અમદાવાદ : નવરાત્રિમાં ખેલૈયા અને આયોજકોની ચિંતા વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પ્રથમ નવરાત્રીના દિવસે રાજ્યના અનેક સ્થળોએ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે નવરાત્રીમાં વરસાદની શક્યતાને વધારે છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદની આગાહી
મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવનાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા પણ શરૂ થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં દશેરાની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા
નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. છુટા છવાયા ઝાપટા પડી શકે છે. નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ કેટલાક વિસ્તારો વરસાદની શક્યતાઓ છે. જો કે અમદાવાદ અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ નહીવત્ત છે.
ADVERTISEMENT
