મિચોંગની અસરઃ ગુજરાત માટે 2 દિવસ ‘ભારે’, આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

malay kotecha

05 Dec 2023 (अपडेटेड: Dec 5 2023 9:45 AM)

Unseasonal rain forecast in Gujarat: તમિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત મિચોંગ આંધ્ર પ્રદેશ પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે આજે બપોરે 1 વાગ્યે…

gujarattak
follow google news

Unseasonal rain forecast in Gujarat: તમિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત મિચોંગ આંધ્ર પ્રદેશ પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે આજે બપોરે 1 વાગ્યે આંધ્રના નેલ્લોર તટ પર ત્રાટક્યું હતું. હાલમાં અહીં 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાની અસર આગામી 3 કલાક સુધી રહેશે. ચક્રવાતને લઈને આંધ્રમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. સરકારે તિરુપતિ, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને કાકીનાડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 8 જિલ્લામાં NDRF અને SDRFની 5-5 ટીમો તૈનાત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા આ વાવાઝોડાની સીધી સાઈક્લોનિક અસર ગુજરાતમાં પણ જોવા મળવાની છે. રાજ્યમાં આ વાવાઝોડાને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો

2 દિવસ કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આફત સર્જાઈ છે. મિચોંગ વાવાઝોડાના રાજ્યમાં માવઠું થયું છે. આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, બે દિવસ રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. આજે સુરત, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

આગામી દિવસોમાં ગગડશે તાપમાનનો પારો

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. મિચોંગ વાવાઝોડાના કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે તેમજ બેથી ત્રણ દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

ચેન્નાઈમાં ભારે વરસાદ

આપને જણાવી દઈએ કે, તમિલનાડુમાં મિચોંગ વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. ભારે વરસાદને કારમે ચેન્નાઈ પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને પગલે અનેક ફ્લાઈટ્સ અને ટ્રેનો રદ કરવામાં આવી છે. તમિલનાડુના જળ સંસાધન મંત્રીના જણાવ્યા અનુસાર, ચેન્નાઈમાં 70-80 વર્ષ બાદ પહેલીવાર આવો વરસાદ થયો છે.

 

    follow whatsapp