વિરેન જોશી/મહીસાગર : જિલ્લા લુણાવાડા રાજવી પરિવાર દ્વારા વર્ષો જૂની પરંપરા વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં લુણાવાડાના એચ એચ મહારાજા સિદ્ધરાજસિંહ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ સમીના વૃક્ષની પૂજા કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વિજયાદશમીની ઉજવણીમાં મહારાજા પોતે પધારે છે
નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા બાદ વિજયાદશમીની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવતી હોય છે, પરંતુ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વિજયાદશમીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે હતી. લુણાવાડા સ્ટેટ હતું અને લુણાવાડામાં વર્ષો જૂની રાજવી પરંપરા મુજબ જે લુણાવાડાના રાજા હોય તે સમીના વૃક્ષનું પૂજન કરે છે.
વિજયાદશમીના લુણાવાડાના મહારાજ ટચલી આંગળીએ ઉખાડે છે વૃક્ષની છાલ
જે અંતર્ગત વિજયાદશમીના દિવસે સાંજે લુણાવાડા એચ એચ મહારાજા સિદ્ધરાજસિંહ દ્વારા સમીના વૃક્ષની શાસ્ત્રોક વિધિ મુજબ પૂજા કરી વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે રક્ષાબંધનના દિવસે જે રાખડી બાંધી હોય તે રાખડીને પણ સમીના વૃક્ષ પર કલાઈ પરથી છોડીને મુકવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે, સમીના વૃક્ષની છાલ હાથની તતલી આંગળી વડે ઉખાડી ઘરે રાખવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને જે માટે લુણાવાડા શહેરના શહેરીજનો મોટી સંખ્યામાં સમીના દર્શન કરી રાખડી અર્પણ કરી સમીના વૃક્ષની છાલ ઉખડતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
