વલસાડમાં પત્ની અને સાસરીયાના ત્રાસથી પતિએ ઝેરી દવા ગટગટાવી, પોલીસ પણ નહોતી લેતી ફરિયાદ

કૌશિક જોશી/વલસાડ: વલસાડના ગ્રામ્ય વિસ્તાર ગુંદલાવમાં એક યુવકે પત્નીના ત્રાસથી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પતિએ ઝેરી દવા પીતા પહેલા…

gujarattak
follow google news

કૌશિક જોશી/વલસાડ: વલસાડના ગ્રામ્ય વિસ્તાર ગુંદલાવમાં એક યુવકે પત્નીના ત્રાસથી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પતિએ ઝેરી દવા પીતા પહેલા સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ કરીને પત્ની દ્વારા ખોટા આક્ષેપો લગાવી પોલીસ ફરિયાદ કરી હોવાની વાત કરી રહ્યો છે. જોકે પોલીસ યુવકની ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ લાગતા હવે પરિવારે ન્યાયની માગણી કરી છે.

યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
બનાવની વિગત મુજબ વલસાડના રેલવે ગોદી વિસ્તારમાં રહેતા યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલત જણાતા તેને સારવાર માટે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં યુવક અત્યારે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. જોકે તેણે મોબાઇલમાં રેકોર્ડ કરેલો એક વિડીયો અને પત્નીના ત્રાસનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આપઘાત કરનાર યુવક રડતા રડતા પ્રથમ તો પોતાના પરિવારજનોની માફી માંગે છે. ત્યારબાદ તે પોતે આપઘાતનો પ્રયાસ કેમ કરવો પડ્યો તેનું પણ કારણ જણાવતાં પત્ની અને સાસરિયાઓના ત્રાસથી પોતે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનો વીડિયોમાં જણાવ્યું હતું.

પત્નીની અનેક વખત ફરિયાદ કરવા છતા પોલીસે મદદ ન કરી
વધુમાં તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પત્નીના ત્રાસની ફરિયાદ લઈ અને એક વખત પોલીસ સ્ટેશન જવા છતાં પણ પોલીસે કોઈ મદદ ન કરતા આખરે તેણે આ પગલું ભરવું પડ્યું છે તેવું પણ જણાવ્યું હતું. ઘરમાં પત્નીની ત્રાસથી પૂરો પરિવાર ડરના માહોલમાં જીવતો હતો અવારનવાર પરિવારના તમામ સભ્ય સાથે મારપીટ અને અપશબ્દો બોલી અપમાનિત કરી અને પત્ની ધમકી પણ આપતી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારે અગાઉ અનેક વખત પોલીસ સમક્ષ પત્નીના ત્રાસની ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

દવા પીધા બાદ પોલીસ એક્શનમાં
પરંતુ પતિ પક્ષની રજૂઆત સાંભલવાને બદલે પોલીસે પત્નીની રજૂઆતને આધારે પરિવારજનો પર કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી. આથી પોલીસ પણ સહકાર ન આપતી હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જોકે આખરે પત્નીના ત્રાસથી કંટાળી અને પતિએ આપધાતનો પ્રયાસ કરતા હવે આ મામલે પોલીસે વાયરલ વિડીયો અને યુવક અને તેના પરિવારજનોના નિવેદનના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી છે. પરિવારે ઘરમાં વહુના ત્રાસનો સબૂત આપતો એક વિડીયો પણ રજૂ કર્યો હતો.

    follow whatsapp