મહિસાગર : હાલ લગ્ન સરાની સીઝન ચાલી રહી છે. ત્યારે લગ્ન દરમિયાન થતી કેટલીક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે. મહિસાગરમાં કડાણા તાલુકામાં લગ્નમાં જાન લઈને આવતા દરમિયાન ઘોડીને ડાંસ કરાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વરરાજા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો.
ADVERTISEMENT
મહિસાગરના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાન લઈને જતા સમયે ઘોડીને ડાંસ કરાવવામાં આવી રહ્યો હતો. જોકે અચાનક ઘોડું બગડ્યું અને ઊંધા માથે પટકાયું હતું. લાકડીના ડરે ઘોડીને ડાંસ કરાવી રહ્યો હતો ત્યારે ઘોડીનું બેલેન્સ બગડ્યું અને તે નીચે પટકાઈ હતી. દરમિયાન વરરાજા પણ તેની નીચે કચડાઈ ગયા હતા. ત્યારે લગ્નના તહેવારમાં જ અકસ્માત સર્જાતા જોખમી ઘોડી ડાંસ પર હવે સવાલ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
