Patan Hit And Run Accident: હારીજ-ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. બહુચરાજીના આંબાલા ગામથી વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પગપાળા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહન ચાલકે દર્શનાર્થીઓને અડફેટે લેતા 3 લોકોના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. તો 5 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઘટનાને લઈને પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
માતાજીના દર્શને જતા સંઘને નડ્યો અકસ્માત
વિગતો મુજબ, બહુચરાજીના અંબાળા ગામથી ઠાકોર પરિવારનો સંઘ વરાણા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે દાંતરવાડા ગામ પાસે હારીજ-ચાણસ્મા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે સંઘને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ટક્કર એટલી ભયાનક હતી કે બે મહિલા અને એક કિશોરીનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. તો 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ 4 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.
પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી
વાહનની ટક્કરથી માતાજીનો રથ પણ ઉછળીને રોડની સાઈડ પર ઝાડીઓમાં ફંગોળાઈને પડ્યો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
(ઈનપુટ: વિપીન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT
