સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈએલર્ટઃ ચૂડાનું વંસલ જળાશય છલાકાયું, ધોળી ધજા ડેમ પણ છલોછલ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈએલર્ટ

Chuda overflowed

follow google news

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

206માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ

આજે સવારે  પ્રાપ્ત થતા 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો 70થી 100 ટકા, 11 જળાશયો 50થી 70 ટકા તેમજ 33 જળાશયો 25 થી 50 ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 29.60 ટકા પાણી સંગ્રહ થયું છે.

જાણો અન્ય જળાશયો કેટલા ટકા ભરાયા?

વધુમાં,ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32 ટકા, કચ્છના 20 જળાશયો 21 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

સરદાર સરોવર 10,822 ક્યુસેકની આવક

રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10,822 ક્યુસેક, ઉકાઈમાં 6293,ઉબેણમાં 5916,મોજમાં 3952 તેમજ બાટવા -ખારો જળાશયમાં 3859 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે

    follow whatsapp