હર્ષ સંઘવીએ ગુજરાતનું અપમાન કરનારી કોંગ્રેસ નેતાને આપ્યો સણસણતો જવાબ…

Parth Vyas

10 Aug 2022 (अपडेटेड: Aug 11 2022 4:54 PM)

ગાંધીનગરઃ કોંગ્રેસના નેતા નતાશા શર્માએ ગુજરાત પર ગોલ્ડ મેડલ જીતવા મુદ્દે વિચિત્ર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ તેને વળતો જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીએ આ મુદ્દે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ કોંગ્રેસના નેતા નતાશા શર્માએ ગુજરાત પર ગોલ્ડ મેડલ જીતવા મુદ્દે વિચિત્ર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ તેને વળતો જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીએ આ મુદ્દે ટ્વીટ કરી જણાવ્યું કે આવું પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે ગુજરાતની નિંદા કરી હોય. કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ ભાગલા પાડી રાજકારણ રમવાની નીતિ રમતી આવી છે. અખંડ રાષ્ટ્રની કલ્પના અમારા લોહીમાં વહે છે. વળી આટલી નફરત કોંગ્રેસ ક્યાંથી લાવે છે એ પણ મને તો સમજાતુ નથી.

આ પણ વાંચો

જાણો સમગ્ર વિવાદ…
કોંગ્રેસનાં નેતા નતાશા શર્માએ ગુજરાતનો ઉલ્લેખ કરી કટાક્ષ કરતા ટ્વીટ કર્યું હતું કે કોઈ ગુજરાતથી પણ ગોલ્ડ મેડલ લાવ્યું છે કે માત્ર તેઓ બેંક લૂંટી ભાગવામાં ગોલ્ડ મેડલિસ્ટ છે! જોકે આ વિવાદિત નિવેદન પછી સોશિયલ મીડિયામાં આખો મુદ્દો ગરમાયો હતો. ગુજરાતી યૂઝર્સ તેને સણસણતો જવાબ પણ આપતા રહેતા હતા. તેવામાં હર્ષ સંઘવીએ પણ નતાશાને વળતો પ્રહાર કર્યો છે.

હર્ષ સંઘવીએ કહ્યું અમારા ખેલાડીની માફી માગો…
નોંધનીય છે કે હર્ષ સંઘવીએ વધુમાં નતાશા શર્માને જવાબ આપ્યો છે કે આવી રીતે ખેલાડીઓનું અપમાન કરીને ગંદી રાજનીતિ કરવાનું બંધ કરો. ભારત એક દેશ છે અને આ મેડલ તમામ ભારતીય ખેલાડીઓની મહેનતનું પરિણામ છે. અત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 61 મેડલ્સ સાથે ભારત ટોપ-5ની યાદીમાં સામેલ છે.

નતાશાએ ખેલાડીઓનું અપમાન કર્યું…
હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોંગ્રેસનાં નતાશાએ આ તમામ મહેનતુ ખેલાડીઓનું અપમાન કર્યું છે. આની સાથે ગુજરાતના ખેલાડીઓએ 5 મેડલ જીત્યા છે. તેવામાં આવી રીતે અપમાન કરીને દેશની સાથે એક રાજ્યના ખેલાડીના મનોબળને તોડી પાડવું નિંદનીય કૃત્ય કહેવાય છે. આ પાર્ટી જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી દેશને વિભાજિત કરી તોડવાનું કામ જ કરે છે.

    follow whatsapp