હાર્દિક પટેલ-રિવાબા જાડેજા, પૂનમ માડમ કાર્યક્રમમાં ખુરશી માટે વલખા, શંકર ચૌધરીની રોયલ એન્ટ્રી

Krutarth

• 06:15 PM • 12 Dec 2022

ગાંધીનગર : સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વડાપ્રધાનથી માંડીને…

gujarattak
follow google news

ગાંધીનગર : સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વડાપ્રધાનથી માંડીને અનેક ગણમાન્ય હસ્તીઓ હાજર રહી હતી. આ ઉપરાંત તમામ ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજર હતા. જો કે જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રીવા જાડેજા સભા સ્થળે પહોંચ્યા ત્યારે તેને બેસવા માટે જગ્યા જ મળી નહોતી. જેના કારણે સભામાં ફાંફાં મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અનેક લોકો રિવા જાડેજા પાસે આવીને સેલ્ફી લેવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો

કાર્યક્રમમાં અનેક નેતાઓ હાજર હતા
બીજી તરફ આવી જ ઘટના સભા સ્થળ પર હાજર અન્ય નેતાઓને પણ થઇ હતી. જેમાં સાંસદ પૂનમ માડમને પણ જગ્યા માટે ફાંફાં મારવા પડ્યા હતા. આ ઉપરાંત કરશન સોલંકીને પણ બેસવા માટે જગ્યા શોધવામાં તકલીફ પડી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ પણ ખુરશી શોધતા દેખાયા હતા. જો કે કેટલાક દબંગ નેતાઓ પણ હતા કે, જેમને આવતાની સાથે ન માત્ર જગ્યા મળી ગઇ પરંતુ કાર્યકરોએ તેના નામના તથા ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. શંકર ચૌધરી આવતાની સાથે જ કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સેલ્ફી માટે પડાપડી કરી હતી.

અનેક ધારાસભ્યો પોતાની ખુરશી માટે દોડાદોડી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પણ ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મોહનસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. ચૂંટણી પૂર્વે જ તેઓ ભાજપમાં જોડાયા હતા. જો કે તેઓને સ્વાસ્થય અંગેની અનેક તકલીફો હોવા છતા પણ તેઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

    follow whatsapp