બનાસકાંઠા : દાંતામાં વ્યાજખોરે પીડીત પર હિંસક હૂમલો કર્યો હતો. દાંતા તાલુકાના નાગેલ ગામની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી હતી. નાગેલ ગામના પીડીતે વ્યાજખોર પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 1 લાખના બદલામાં 3 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ ભારે હેરાન પરેશાન કરવામાં આવતો હતો.
ADVERTISEMENT
રુસ્તમ ભાઈએ જણાવ્યું કે મે નાગેલના જયંતીભાઈ મુળાભાઈ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પીડિતે જણાવ્યું કે, હું આજે નાગેલ ગામમાં બાઈક પર ઉભો હતો ત્યારે આ લોકો મને બાઈક ઉપરથી નીચે પાડેલ અને રિક્ષામાંથી હથિયાર લઈને મારી પર હુમલો કર્યો હતો. પીડિતે જણાવ્યું હતું કે, મેં ગાય લાવવા માટે રૂપિયા ઉધાર લીધા હતા. લમ્પી વાયરસના કારણે હું વ્યાજ ફરી શક્યો નહોતો. પીડીતે વિનંતી કરી કે હાલ મારી પાસે વ્યાજ ભરવાના રૂપિયા નથી તેમ છતાં જયંતીભાઈ નામનો વ્યક્તિ વારંવાર ધમકી આપતા હતા.
જયંતીભાઈ પિડીતને ધમકી આપતા હતા કે તારી છોકરી મારા ઘરે મૂકી જા અને મારા ઘરે આવીને તું ગોબર સાફ કરી જજે તારૂ બધુ દેવું માફ કરી દઇશ. અત્યારે પીડિત રૂસ્તમભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી જયંતીભાઈ મુળાભાઈ સેનમા અવારનવાર પીડિતને એટ્રોસિટી કરવાની ધમકી આપતા હતા. પિડીત હાલ દાંતા સિવિલમાં સારવાર હેઠળ છે. પીડિતે દાંતા પોલીસ મથકે ફરિયાદ કરવાની વાત પણ કરી હતી.
ADVERTISEMENT
