અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં ફરી શરૂ થઈ છે મોતની સવારીઓ, અને તેમાં એકાદ નહીં પરંતુ ઘણા ટ્રાવેલર્સ દ્વારા બેફામ લોકોને છત પર બેસાડીને મોતની સવારી કરાવાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. તંત્ર કોઈ મોટી ઘટનાની જાણે રાહ જોઈ રહ્યું હોય તેવું અહીંના દૃશ્યો જોયા પછી માનવામાં આવી રહ્યું છે. મેઘરજ પાસે ખાનગી ટ્રાવેલ્સની ઘણી બસમાં છાપરા પર મોતની સવારીના દૃશ્યો જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
પોલીસની કામગીરી પર ઉઠ્યા ઘણા સવાલો
ગુજરાતમાં સરકારી બસ સેવાઓને ખોટ જતી હોવાનું ઘણી વખત સામે આવ્યું છે પરંતુ ખાનગી બસના માલિકો ટ્રાવેલ્સના ધંધામાં ધરખમ કમાઈ રહ્યા છે. સાથે જ હાલમાં તો આ ખાનગી બસના માલિકો નફાખોરી માટે લોકોના જીવ પણ જોખમમાં મુકી દેતા ખચકાતા નથી તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. મેઘરજ પાસે લક્ઝરી બસના છાપરાઓ પર મોતની સવારી કરાવાઈ રહી છે. રાજસ્થાનથી આવતા સાધનો ઉન્ડવા બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. જો બોર્ડર પર સઘન પોલીસ તપાસ છે તો પછી આવી ખાનગી ટ્રાવેલ્સની બસ ત્યાંથી પસાર કેવી રીતે થઈ શકે છે. મેઘરજ પોલીસ જાણે આ સ્થિતિ સામે આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે પોલીસની હપ્તાખોરીના આક્ષેપો ફરી વહેતા થયા છે. પોલીસને માત્ર હપ્તાખોરીમાં જ રસ હોય છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ દૃશ્યોને કારણે પોલીસની કામગીરી ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિથી ચિત્ર સાવ અલગ જોવા મળી રહ્યું છે.
ગુજરાતના DGP આશિષ ભાટિયાના વહીવટદારને સસ્પેન્ડ કરવા ગૃહમંત્રાલયે કરવા પડ્યા આદેશ
(વીથ ઈનપુટઃ હિતેશ સુરતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT
