‘2047નો રોડ મેપ છે કેન્દ્રીય બજેટ’ ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?- Video

Urvish Patel

• 10:47 AM • 01 Feb 2023

ગાંધીનગરઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામને આજે વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જે બજેટના વિશ્લેષણ અંગે વાત કરતા ગુજરાતના મુખ્યમંત્રીએ આ બજેટને…

gujarattak
follow google news

ગાંધીનગરઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામને આજે વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જે બજેટના વિશ્લેષણ અંગે વાત કરતા ગુજરાતના મુખ્યમંત્રીએ આ બજેટને 2047ના અમૃતકાળનો રોડમેપ હોવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે નાણા મંત્રી નિર્મલા સિતારામને જાહેર કરેલા બજેટમાં ઈન્કમટેક્સ સહિત ઘણી બાબતોમાં ફેરફારો જોવા મળ્યા છે.

આ પણ વાંચો

CMએ કેમ કહ્યું 2047નો રોડ મેપ?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટ અંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સિતારામને રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર૦૪૭ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ છે. મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે.

તબેલે તાળા મારવાનની મથામણઃ બાલાસિનોરમાં MGVCLએ કનેક્શન કાપી લેતા, નગરપાલિકા ટેક્ષ વસુલવા નીકળી

વેપાર-વાણિજ્ય માટે લાભદાયીઃ CM પટેલ
તેમણે જણાવ્યું છે કે, દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૬ ટકાનો વધારો વડાપ્રધાનની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત, આપવા સાથે આઝાદીના અમૃતકાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સલાહકાર ડૉ. અઢિયા તેમજ સલાહકાર રાઠૌર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો સાથે નિહાળ્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp