સુરતઃ સુરતમાં કુતરા કરડવાના બનાવો અવારનવાર સામે આવે છે. તંત્રને તો આમાં જેટલું કહો તેટલું બહેરા કાનની બાજુમાંથી જ જાય છે, પણ સામાન્ય જનતાએ સમજાવું જરૂરી છે. કુતરું કરડવાથી વ્યક્તિને હડકવા થઈ શકે છે અને તે જીવલેણ છે. તેથી તકેદારી ના રાખી તો જીવ ગુમાવવો પડી શકે છે. જેમ સુરતના આ એક વ્યક્તિને ગુમાવવો પડ્યો છે. તેમને ચાર મહિના પહેલા કુતરું કરડ્યું હતું. જોકે તેમણે સારવાર લીધી નહીં અને હવે હડકવાના લક્ષણો દેખાતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તેઓ અચાનક લાઈટ અને પાણીથી ડરવા લાગ્યા હતા. જોકે તેમાં તેમને સારવાર કારગર નીવડે તેવી સ્થિતિ ન હતી. આ ઘટનામાં આ વ્યક્તિનું મોત થયું હતું.
ADVERTISEMENT
સુરતમાંઃ JCBમાં લાગી અચાનક આગ, જ્વાળાઓ વચ્ચે ખાખ થઈ ગયું- Video
રોજ 250 લોકોને કરડે છે કુતરાં પણ તંત્ર નિંદ્રાધીન
સુરતમાં તો જાણે દર રોજ 200-250 લોકોને કુતરા કરડવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. જોકે હમણાં થોડા દિવસોથી તો આ બનાવો વધી રહ્યા હોય તેવું જણાઈ આવે છે. આ તરફ તંત્ર તો ઉનાળામાં જાણે એસીમાંથી બહાર આવવાનું નામ નથી લઈ રહ્યું. બિન્દાસ્ત આરામ અને કુતરા ખસીકરણથી લઈને વિવિધ કામો માટે જનતાના અધધધ રૂપિયા ઉડાવીને પણ પરિણામ લક્ષી કામ કરી બતાવતા તો છે નહીં. એક તબક્કે વિભાગ કે કોન્ટ્રાક્ટ આપવાના જ બંધ કરી નાણાનો બચાવ કરી લેવો જોઈએ એવો પણ મનમાં વિચાર આવે તે સ્વાભાવીક છે. જોકે તંત્ર સુધરે કે ના સુધરે આપે જાતે જ જાગૃત થવું પડશે. કારણ કે કુતરું કરડ્યા પછી જરૂરી સારવાર ન કરાવવાથી તેના ગંભીર પરિણામો આવી શકે છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો, ચૂંટણીની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ
પરિવાર સિવિલ હોસ્પિટલ લઈ ગયો પણ…
સુરતના વેડરોડ ખાતે રહેતા 62 વર્ષના જ્ઞાનસિંહ વસાવા કે જેઓ મૂળ સાગબારા ગોર આમલી ગામના વતની છે તેઓને આજથી ચાર મહિના પહેલા કુતરું કરડ્યું હતું. જોકે કોણ જાણે કેમ જ્ઞાનસિંહે તેની સારવાર લીધી નહીં. હવે તેમનામાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ લાઈટથી ડરતા, પાણીથી ડરતા. જે પછી પરિવાર તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં આજે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
