Gujarat Rain LIVE Updates: છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ, આજે ક્યાં-ક્યાં વરસાદની આગાહી?

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

Gujarat Rain

Gujarat Rain

follow google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:02 PM • 07 Aug 2024
    અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ, આગામી 8,9 અને 10 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટાં રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, ધોળકા, બોટાદ,સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગો અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહશે.

  • 10:13 AM • 07 Aug 2024
    ગુજરાતના જળાશયોની શું છે સ્થિતિ?

    ગુજરાતના જળાશયોની વાત કરીએ તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલમાં 64.54 ટકા સુધી ભરેલો છે. રાજ્યના મુખ્ય જળાશયોની વાત કરીએ તો તેમાં 61.42 ટકા જેટલું પાણી ભરાયેલું છે. જેમાં જામનગરનો Und-I ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે તાપીનો ઉકાઈ ડેમ 76 ટકા ભરેલો છે અને વોર્નિંગ પર છે.

  • 09:58 AM • 07 Aug 2024
    ગુજરાતમાં 4 દિવસ યેલો એલર્ટ

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યભરમાં યેલો એલર્ટ સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 8 તથા 9 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. 

  • 09:56 AM • 07 Aug 2024
    છેલ્લા 24 કલાકમાં ઘટ્યું વરસાદનું જોર

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાવી-જેતપુરમાં એક ઈંચ, તાપીના નિઝર, વડોદરાના કરજણ, સિનોર, આણંદના આંકલાવમાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

follow whatsapp