Gujarat Police ભરતી બનશે સરળ, નિયમોમાં ફેરફાર અંગેની Exclusive માહિતી

Krutarth

07 Dec 2023 (अपडेटेड: Dec 7 2023 11:29 AM)

Gandhinagar : પોલીસ વિભાગમાં ભરતી થવા ઇચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેઓને હવે પોલીસમાં ભરતી થવા માટેના નિયમો સરળ કરવાની તૈયારીઓ…

Police Bharti New Rule

Police Bharti New Rule

follow google news

Gandhinagar : પોલીસ વિભાગમાં ભરતી થવા ઇચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેઓને હવે પોલીસમાં ભરતી થવા માટેના નિયમો સરળ કરવાની તૈયારીઓ સરકારે શરૂ કરી દીધી છે. સરકાર આ અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આજે આ અંગે થયેલી બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ભરતી માટેની શારીરિક અને શૈક્ષણિક લાયકાતોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ભરતી અંગે સંબંધિત વિભાગના અધિકારી, ભરતી ક્ષેત્રના નિષ્ણાંતો, પૂર્વ અધિકારીઓ અને શારીરિક અને માનસિક ક્ષેત્રના તજજ્ઞો દ્વારા ભરતીના નિયમો તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો

ભવિષ્યની જરૂરિયાત અનુસાર નિયમો નક્કી કરવામાં આવશે

જો કે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભવિષ્યની જરૂરિયાતોને આધારે નિયમો નક્કી થશે. કેવા પ્રકારના માણસો (મેન પાવર) જરૂરિયાત છે તે અનુસાર નિયમો બનાવાશે. આ ઉપરાંત કોન્સ્ટેબલ અને PSI જેવા પદો માટે એક સરખા નિયમો નહી હોય. કોન્સ્ટેબલ શારીરિક રીતે વધારે કાર્યક્ષમ અને ખડતલ હોય તે જરૂરી છે. જ્યારે PSI માનસિક રીતે સજ્જ હોય તે ખુબ જ જરૂરી છે. આ તમામ પાસાઓને ધ્યાને રાખીને નવી ભરતીની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ અંગે અધિકારીઓની અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોની કમિટીની રચના કરવામાં આવશે. કમિટી વિવિધ પાસાઓનો અભ્યાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પોતાનો રિપોર્ટ સોંપશે.

ગૃહવિભાગે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને જવાબદારી સોંપી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ગાંધીનગર ખાતે ગૃહવિભાગની બેઠક મળી હતી. જેમાં ભરતીબોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં Dy.SP, PI,PSI અને કોન્સ્ટેબલની (લોકરક્ષક) ભરતીના નિયમો અંગે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત પોલીસ ભરતીના નિમણુંક પત્રો અંગે પણ ચર્ચા થઇ હતી.

કયા કયા નિયમોમાં ફેરફાર થઇ શકે છે

– કોન્સ્ટેબલ (લોકરક્ષક) માટે શારીરિક ધોરણ યથાવત્ત રાખીને લેખિત કસોટી સરળ થઇ શકે છે
– PI અને PSI ની ભરતી પરીક્ષા માટે શારીરિક ધોરણમાં ઘટાડો કરીને લેખિત કસોટી વધારે અધરી થઇ શકે છે
– કોઇ પણ વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસની મદદ વગર જ પરીક્ષા પાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાશે
– કોર્સ પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
– આ ઉપરાંત પ્રતિ વર્ષ નિયમિત રીતે ભરતી થાય તે માટે કેલેન્ડરની જાહેરાત કરાશે.
– આ ઉપરાંત પોલીસમાં વિવિધ સંવર્ગની ભરતી અલગ અલગ કરવામાં આવે તેવી પણ શક્યતા છે
– જેલ સિપાહી, SRP અને બિન હથિયારી કોન્સ્ટેબલ માટેની ભરતી અલગ અલગ કરવામાં આવે તો પણ શક્યતા

    follow whatsapp