Weather Update: સૌરાષ્ટ્રના આ શહેરમાં અંગ દઝાડતી ગરમી, હવામાન વિભાગે કરી 'આકરી' આગાહી

હાલ રાજ્યમાં પરસેવા પડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવામાં આગામી સમયમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેમજ ગરમીમાં પણ કોઈ રાહત મળશે નહીં.

ગરમીનો પ્રકોપ

Gujarat wethar update

follow google news

Gujarat Weather Update: હાલ રાજ્યમાં પરસેવા પડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવામાં આગામી સમયમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે તેમજ ગરમીમાં પણ કોઈ રાહત મળશે નહીં. જો ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, ડીસા અને આણંદમાં તેણી વધારે અસર જોવા મળે તેવું કહેવામાં આવ્યું છે. હાલમાં રાજકોટ,અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને આંબી ગયો છે. અમદાવાદમાં રાજ્યનું મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.

ગરમીનો પ્રકોપ

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આવનારા દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થઈ શકે છે. વર્તમાનના તાપમાન અંગે માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40થી વધુ નોંધાયો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન  40 ડિગ્રીથી વધુ નોંધાયો છે.

    follow whatsapp