Gujarat News 6 April LIVE Updates: વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, કહ્યું-'હું એક બે દિવસમાં ફોર્મ ભરવાની કરીશ જાહેરાત'

Gujarat News 6 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

27 March Breaking News

6 April Breaking News

follow google news

Gujarat News 6 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 12:02 PM • 06 Apr 2024
    ક્ષત્રિય સમાજના વિવાદને લઈને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન

    પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પરસોતમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે અને ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે,
    મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપી દેશે.

  • 10:24 AM • 06 Apr 2024
    દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ

    સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને લઘુમતી સમાજના મોટા નેતા સાલેમામદ ભગાડ આપ પાર્ટીને કહ્યું અલવિદા. સાલેમહમદ ભગાડ તેમના 200 થી વધુ કાર્યકરો સાથે આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો કરશે. લઘુમતી સમાજમાં ખુબજ મોટું પ્રભુત્વ ધરાવે છે સાલેમહમદ ભગાડ.

  • 09:40 AM • 06 Apr 2024
    રાજકોટ-ક્ષત્રિય સમાજની આજે બેઠક મળશે

    રાજકોટ-ક્ષત્રિય સમાજની આજે બેઠક મળશે. 90 સંસ્થાઓના પ્રતિનિધીઓ પૈકી આંદોલન કમિટીના સભ્યો રાજકોટ આવશે. રૂપાલાની ટિકીટ રદ્દ નહિ થતા આગામી કાર્યક્રમોની રણનિતી ઘડશે. બેઠક પૂર્ણ થયા બાદ સાંજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. ક્ષત્રિય સમાજ સાથે આંદોલન સમિતીના સભ્યો પણ જોડાશે.

  • 09:35 AM • 06 Apr 2024
    વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન

    અંબરીશ ડેર દ્વારા રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો. વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, હું એક બે દિવસમાં ફોર્મ ભરવાની જાહેરાત કરીશ. રાજકોટમાં વસતા લોકોને પાઘડીબધ હાજર રહેવા અપીલ કરી.રૂપાલાએ જાહેરાત કરીકે તેઓ જ ચૂંટણી લડશે. 

follow whatsapp