જુનાગઢઃ જેલમાં રૂપિયાના વહીવટથી કેદીઓને મળતી સુવિધાઓને લઈને અગાઉ પણ ઘણા આક્ષેપો થઈ ચુક્યા છે ત્યારે જુનાગઢની માગંરોળ સબ જેલની અંદરનો એક કેદીનો કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દ્વારા પોતે કેદી હોઈ જેલમાં થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવતો હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે આ વીડિયોઝની પુષ્ટી થઈ શકી નથી પરંતુ આ વીડિયોને લઈને હાલ સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
જેલમાં અપાય છે નબળો ખોરાકઃ કથિત વીડિયોમાં આક્ષેપ
કથિત વીડિયો અને તેની સાથે સામે આવેલી વિગતોમાં પ્રાપ્ત વિગતો અનુસાર આ વીડિયોઝ જુનાગઢની માંગરોળ સબ જેલની અંદરનો હોવાની આશંકા છે. વીડિયોમાં જેલની અંદર જમવાનું ખરાબ આપે છે, મોટા મોટા વહીવટો થાય છે અને જેલર દ્વારા કેદીઓને ખુબ ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ લગાવાયા છે. આ વીડિયોમાં કેદી જેલની અંદર તમાકુ, માવા, સીગારેટ વગેરેની સુવિધાઓ મળે છે અને તેની સામે જેલર રૂપિયા લેતા હોવાનો અને જેલમાં નબળો ખોરાક આપવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરાયા છે.
નરોડા ગામ હત્યાકાંડ કેસના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાશેઃ તમામને નિર્દોષ છોડાયા હતા
જેલ તંત્ર વીડિયો અંગે શું જવાબ આપશે?
આ તરફ વીડિયોઝમાં એવી પણ વાત કરવામાં આવી છે કે, કેદીઓને કોઈ સગા કે સંબંધી સાથે ફોન પર વાત કરવી હોય તો જેલર તેના પણ પૈસા ચાર્જ કરે છે. એટલું જ નહીં જેલમાં કેદીઓને મોબાઈલ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. જોકે આ વીડિયોની પુષ્ટી ગુજરાત તક દ્વારા થઈ શકી નથી. આગામી સમયમાં જેલ તંત્ર આ વીડિયોને લઈને શું ખુલાસા આપે છે તે જોવું રહ્યું. અહીં જુઓ આ તમામ વીડિયોઝ…
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
