Big News: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, જાણો સરકાર ઘઉં, બાજરી, મકાઇ અને જુવાર શું ભાવે ખરીદશે?

ઉનાળુ પાક ખેડૂતો પાસેથી ખરીદવા માટે રાજ્ય સરકકરે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

Government Buy Summer Crops

રાજ્ય સરકાર આ તારીખથી ઉનાળુ પાક ખરીદશે

follow google news

Government Buy Summer Crops: ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ઉનાળુ પાક ખેડૂતો પાસેથી ખરીદવા માટે રાજ્ય સરકકરે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમાં ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 2275 તથા બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 2500 અને જુવારનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 3180 રાખવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર આ તારીખથી ઉનાળુ પાક ખરીદશે 

આ સિવાય મકાઈના ભાવની વાત કરવામાં આવે તો તિ ક્વિન્ટલ ભાવ રૂ. 2090 રહેશે. ઉપરાંત સરકાર દ્વારા ક્વિંટલ દિઠ રૂ. 300 બોનસ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે આવતીકાલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. તેમજ રાજ્ય સરકાર 15 માર્ચથી  ઉનાળુ પાક ખરીદશે.  

અગાઉ સરકારે આ પાકો ટેકાના ભાવે ખરીદ્યા હતા 

અગાઉ સરકારે તુવેર, ચણા, રાયડો ટેકાના ભાવે ખરીદ્યો હતો. આ માટે ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી માટે જાહેરાત કરવામાં આવી હતી. તુવેર પ્રતિ ક્વિન્ટલના 7000, ચણાના રૂ. 5540 મળ્યા હતા. રાયડો પ્રતિ ક્વિન્ટલ રુ. 5650ના ભાવે ખરીદાયો હતો.
 

    follow whatsapp