રાજકોટની હેલ્થ વર્કરની પરીક્ષા આપી હતી આ ડમી શખ્સેઃ ભાવનગર SOGએ વધુ બેને દબોચ્યા

Urvish Patel

• 03:02 PM • 26 May 2023

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર ડમીકાંડ ઉમેદવારમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો બાવન (૫૨)ને પાર કરી દીધો છે. આજે આ ભાવનગર ડમીકાંડમાં ઉમેદવારમાં વધુ ૨ આરોપીને પોલીસે ઝડપી…

Gujarat, Dummy kand, Dummy Scam, Bhavnagar, SOG, Rajkot, Politics, employment, scam in employment, vyapam 2

Gujarat, Dummy kand, Dummy Scam, Bhavnagar, SOG, Rajkot, Politics, employment, scam in employment, vyapam 2

follow google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર ડમીકાંડ ઉમેદવારમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો બાવન (૫૨)ને પાર કરી દીધો છે. આજે આ ભાવનગર ડમીકાંડમાં ઉમેદવારમાં વધુ ૨ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ભાવનગરમાંથી ડમિકાંડ સામે આવતા રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે આ ડમી ઉમેદવારકાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાં પોલીસે વધુ ૨ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ઝડપાયા બાદ કુલ આરોપીનો આંકડો ૫૨(બાવન)ને પાર પહોંચી ગયો છે. જેમાંથી એકએ રાજકોટમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા ડમી તરીકે આપી હતી.

આ પણ વાંચો

ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો ૫૨(બાવન)ને પાર કરી દીધો છે. આજે આ ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ ૨ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં આરોપી મનસુખ વાલજીભાઇ જાનીની વર્ષ-૨૦૨૨માં રાજકોટ ખાતે MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર)ની પરીક્ષામાં ડમી ઉમેદવાર કિરણ દિનેશભાઇ બારૈયાએ આપી હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગરઃ ડોક્ટર પર થયેલા હુમલાથી એસોશિએશનમાં રોષ, હડતાળ કરવાની ચીમકી

ભાવનગર પોલીસે ડમીકાંડમાં વધુ બે આરોપીને ઝડપાયા
(૧) મનસુખભાઇ વાલજીભાઇ જાની, ઉ.વ.૩૨, ધંધો. ખેતી, રહે. બી.પી.એલ. વિસ્તાર, દિહોર, તા.તળાજા, જિ.ભાવનગર
(૨) કિરણભાઇ દિનેશભાઇ બારૈયા, ધંધો. ખેતી, ઉ.વ.૩૩, રહે. પીપરલા, તા.તળાજા, જિ.ભાવનગર

આ ઝડપાયેલા આરોપીઓનાં નામો FIR માં નામ નથી. અત્યાર સુધીમાં કુલ – ૫૨ આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આજદિન સુધી માં FIR માં હતા તેવા ૨૪ અને FIR પછી પુછપરછ અને તપાસ દરમિયાન સામે આવેલા ના ૨૮ સાથે કુલ – ૫૨ આરોપી ઝડપાયા છે. ભરતનગર પોલીસ મથકમાં ૩૬ આરોપીઓના નામ જોગ નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન અન્ય બે નામો ખુલેલા આરોપીઓ મળી કુલ આંકડો ૫૨(બાવન)એ પહોંચ્યો છે. ૩૬ આરોપી વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ ૨૪ આરોપીઓ અને તપાસમાં ખુલેલા ૨૮ આરોપીઓ મળી કુલ – ૫૨ (બાવન)આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદમાં ભારે વરસાદઃ IPL પ્રેમીઓને મનમાં ફાળ પડી- Video

ફરિયાદને મહિનો થયો છતા આરોપીઓ છૂમંતર
રાજ્યમાં ભાવનગરમાંથી સામે આવેલું ડમીકાંડ પ્રકરણ આજે રાજ્યમાં ટૉક ઓફ ધ ટાઉન બની ચૂક્યો છે, ડમીકાંડ ઉમેદવારને લઇને નોંધાયેલી ફરિયાદને આજે એક માસથી વધુનો સમય પૂર્ણ થઇ ચૂક્યો છે. છતાં પોલીસ તમામ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. એક માસ પહેલા ભરતનગર પોલીસ મથકમાં ૩૬ આરોપીઓ વિરુદ્ધ ડમીકાંડ બાબતની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, જેમાં ડમી ઉમેદવાર કાંડના મુખ્ય ૪ આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ ૫૨ (બાવન) આરોપીઓ અત્યારે જેલ હવાલે છે. જોકે, ડમી કાંડ મુદ્દે હજુ પણ ઘણા આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આજે ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદને એક માસ વધુ સમય પૂર્ણ થઇ ચૂક્યો છે. છતાં પોલીસ હજુ પણ બાકી રહેતા આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.

તોડકાંડમાં મંજુર થયા જામીન
અત્રે ઉલ્લેખનીય છેકે, ભાવનગરના ચકચારી તોડકાંડ પ્રકરણમાં અલ્ફાઝ ઉર્ફે રાજુની પઠાણની જામીન અરજી આજે મંજુર કરવામાં આવી, ચકચારી તોડકાંડમાં અલ્ફાઝ ઉર્ફે રાજુ, યુવરાજસિંહ અને તેમના સાળા સાથે તોડ કાંડ પ્રકરણમાં સામેલ હતો. એ.ડિવિઝન પોલીસ મથકમાં ડમીકાંડ પ્રકરણમાં નામ ન જાહેર કરવાના એક કરોડ રૂપિયાનાંનો તોડ કર્યાનો આરોપ હતો. જેમાં યુવરાજસિંહ જાડેજા તેમના બંને સાળા શિવભા ગોહિલ, કાનભા ગોહિલ અને ઘનશ્યામ લાધવા, બીપીન ત્રિવેદી તેમજ આલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણ વિરુદ્ધ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ તોડકાંડ પ્રકરણમાં આજે ભાવનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા પ્રથમ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

    follow whatsapp