ગુજરાતમાં શિક્ષકો બાદ હવે ગુલ્લીબાજ આરોગ્યકર્મીઓ મળ્યા, ચાલુ પગારે વિદેશમાં જલસા!

Banaskantha News: ગુજરાતમાં એકબાજુ હાલમાં જ ગુલ્લીબાજ શિક્ષકોની કિસ્સાઓ સામે આવ્યા. શાળાના રેકોર્ડમાં નામ ચાલુ હોવા છતાં શિક્ષકો લાંબી રજાઓ પર વિદેશમાં ફરતા હોવાનું સામે આવ્યું હતું. હવે શિક્ષણ વિભાગ બાદ આરોગ્ય વિભાગમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે.

Health Workers

Health Workers

follow google news

Banaskantha News: ગુજરાતમાં એકબાજુ હાલમાં જ ગુલ્લીબાજ શિક્ષકોની કિસ્સાઓ સામે આવ્યા. શાળાના રેકોર્ડમાં નામ ચાલુ હોવા છતાં શિક્ષકો લાંબી રજાઓ પર વિદેશમાં ફરતા હોવાનું સામે આવ્યું હતું. હવે શિક્ષણ વિભાગ બાદ આરોગ્ય વિભાગમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં બે આરોગ્ય કર્મચારી ચાલુ પગારે વિદેશમાં હોય તેવો મામલો સામે આવ્યો છે. 

આરોગ્યકર્મીઓ ચાલુ પગારે વિદેશમાં

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજમાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક આરોગ્ય કર્મી તથા નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે આ બંને કર્મચારીઓ પગાર પણ લઈ રહ્યા છે. 

14 હેલ્થ અધિકારીને નોટિસ

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને નોટિસ પાઠવી છે અને સાથે જ જિલ્લામાં કોઈ PHC, CHC કે સબ સેન્ટર્સમાં કર્મચારીઓ રજા પર હોય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા માટે સૂચન કર્યું છે. 

અગાઉ શિક્ષકો ગુલ્લીબાજ હોવાનું ખુલ્યું હતું

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ્યમાંથી એક બાદ એક સરકારી શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશમાં હોવાનું સામે આવ્યું હતું. કોઈ મહિનાથી તો કોઈ વર્ષોથી વિદેશમાં રજાઓ માણતા હતા. જે બાદ શિક્ષણમંત્રીએ રાજ્યભરમાં તપાસના આદેશ આપ્યા હતા અને આવા શિક્ષકો સામે પગલાં લેતા તેમને નોટિસ મોકલવામાં આવી હતી.

    follow whatsapp