Gujarat Assembly: ભાજપના જ નેતાએ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામમાં માર્યો મોટો લોચો!

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગૃહરાજ્યમંત્રીના નામમાં મોટી ભૂલ કરી હતી

Gujarat Assembly Session

ગૃહમંત્રી હર્ષ સંઘવીને બદલે 'અલ્પેશ સંઘવી' તરીકે સંબોધ્યા

follow google news

Gujarat Assembly Session: હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે ગૃહની કાર્યવાહીમાં એવું બન્યું કે સૌ કોઈ પોતાની હસી રોકી શક્યું નહીં. ગૃહ વિભાગની બજેટ માંગણીઓ પર જવાબ આપતા ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની જીભ લાપસી હતી. જવાબ આપતી વખતે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગૃહરાજ્યમંત્રીના નામમાં મોટી ભૂલ કરી હતી, તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને બદલે  'અલ્પેશ સંઘવી' તરીકે સંબોધ્યા હતા. અલ્પેશ ઠાકોરે ગૃહરાજ્યમંત્રી સાથે પોતાનું નામ જોડતા ગૃહમાં બધા હસી પડ્યા હતા. 

હર્ષ સંઘવીએ જનતાની સુરક્ષા વિશે વાત કરી 

નોંધનીય છે કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જનતાની સુરક્ષા વિશે ગૃહમાં વાત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને છે. મહિલા વિરૂધ્ધના ગુનાઓ નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક ઇનિશિયેટીવ છે. જેમાં અલાયદો મોનીટરીંગ સેલ, ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનમાં વિશેષ જગ્યા, સ્પેશીયલ પી.પી., સ્પેશીયલ કોર્ટ/ફાસ્ટેક કોર્ટ, ૨૪*૭ ‘‘અભયમ’’ મહિલા હેલ્‍પ લાઇન ‘૧૮૧’, SHE TEAM, Women Help Desk (WHD), ITTSO પોર્ટલ, સીનીયર સીટીજન સેલ તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન/બાળ કોર્નરનો સમાવેશ થાય છે. 

પોલીસ ગુના સ્થળે માત્ર મિનિટોમાં પહોંચશે

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચશે. 

    follow whatsapp