અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલ દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત TV9 દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે. ગુજરાતમાં ભાજપને 125 થી 130 સીટો મળી રહી છે. તો કોંગ્રેસનો સર્વે 40-50 અને AAP ને03-05 સીટો જ મળી હતી. જ્યારે અન્યને 03-07 સીટો મળી રહી છે. ABP ન્યૂઝ ચેનલના સર્વેમાં દક્ષિણ ગુજરાતમાં જ્યાં આમ આદામી પાર્ટીએ પોતાનું બધું જ જોર લગાવી દીધું હતું ત્યાંની કુલ 35 બેઠકો પૈકીની 26 બેઠકો ભાજપ લઈ જાય છે.
ADVERTISEMENT
આપ માટે નિરાશા જનક પરિણામની શક્યતા
આ ચેનલના એક્ઝિટ પોલ મુજબ ભાજપ 26 બેઠક લઈ જાય છે જ્યારે 6 બેઠકો કોંગ્રેસને મળી શકે તેમ છે. તે ઉપરાંત 1 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જાય તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ખુબ જોર લગાવાયું હતું. એક્ઝિટ પોલને જોતા આપ માટે નિરાશા જનક સમાચાર સામે આવ્યા છે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી 89 બેઠકો પર 63.14 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યારે 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે જંગ હતી. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં થયું હતું અને સૌથી ઓછું મતદાન બોટાદમાં થયું હતું. અનુક્રમે 78.24 ટકા અને 57.58 ટકા મતદાર નોંધાયું હતું.
બીજા તબક્કામાં અંદાજીત 58.80 ટકા સરેરાશ મતદાન
બીજા તબક્કામાં જ્યાં અંદાજીત 58.80 ટકાથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે આ તબક્કાની 93 બેઠકો પર 833 મતદારોના ભાવી પર ફેંસલો થયો છે. આ તબક્કાનું મતદાન આજે સોમવારે 5 ડિસેમ્બરે યોજાયું હતું. જેના પૂર્ણ થયા પછી હાલના તબક્કે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું છે અને સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં નોંધાયું છે. અનુક્રમે અંદાજીત 53.57 ટકા અને 65.65 હોવાનું પ્રારંભીક ધોરણે સામે આવી રહ્યું છે જોકે સત્તાવાર આંકડા સામે આવતા તેમાં મહદ અંશે ફેરફાર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
