Doctors Strike Gujarat: કોલકાતાના ડૉક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડૉક્ટરો ગુસ્સે ભરાયેલા છે. દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. આ મામલે હવે સરકારી હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાળ પર ઉતારવાનું નક્કી કર્યું છે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના વાઈસ પ્રેસિડન્ટ ડોક્ટર મિતેશ શાહે હડતાળ પૂરેપૂરું સમર્થન આપવાની વાત કરી હતી.
ADVERTISEMENT
કાલથી ત્રણ દિવસ સુધી ડોકટરો મળશે નહીં
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે સવારે છ વાગ્યાથી આગામી 24 કલાક સુધી ઇમર્જન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગામા સહિત વડોદરાની તમામ હોસ્પિટલોનું સમર્થન કરશે. આવતી કાલથી સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે. જેના કારણે રવિવાર અને સોમવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી કાલથી ત્રણ દિવસ સુધી ડોકટરો મળશે નથી.
કેન્દ્ર સરકાર જારી કર્યો આદેશ
કેન્દ્ર સરકારે શુક્રવારે આદેશ જારી કર્યો છે કે જો કોઈ ડૉક્ટર સાથે કોઈ પણ પ્રકારની હિંસા થશે તો તેના માટે મેડિકલ કોલેજ અથવા હોસ્પિટલના વડા જવાબદાર રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં ઘટનાના 6 કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે. જો આમ ન થાય તો મેડિકલ કોલેજના વડા સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
ADVERTISEMENT
