નકલી કચેરી બાબતે પુછતા મંત્રીએ 35 વર્ષ પહેલાની કોંગ્રેસ સરકારની વાતો કાઢી

ગુજરાતમાં નકલીની હવે કોઇ નવાઇ નથી રહી. નકલી IPS અધિકારી હોય કે નકલી ટોલનાકું કે નકલી ઘી, દુધ કે અન્ય કોઇ પણ વસ્તું નકલી બાબતે ગુજરાત હવે ચીનને હંફાવી રહ્યું છે.

All congress MLA's Suspended For day

જવાબ આપવાના બદલે કોંગ્રેસ સમયે શું થતું તે મંત્રીએ જણાવ્યું

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મંત્રીએ જવાબ આપવાના બદલે ભુતકાળની વાતો કરી

point

કોંગ્રેસના સમયે શું થતું હતું તેવી વાતો કરી ગોળ ગોળ જવાબ

point

ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર અંગે કંઇ પણ બોલવા તૈયાર નથી

ગાંધીનગર : ગુજરાતમાં નકલીની હવે કોઇ નવાઇ નથી રહી. નકલી IPS અધિકારી હોય કે નકલી ટોલનાકું કે નકલી ઘી, દુધ કે અન્ય કોઇ પણ વસ્તું નકલી બાબતે ગુજરાત હવે ચીનને હંફાવી રહ્યું છે. જો કે છોટાઉદેપુરમાં ઝડપાયેલી નકલી સરકારી કચેરી મામલે તુષાર ચૌધરી દ્વારા સવાલ પુછવામાં આવ્યો હતો. જેનો વિધાનસભામાં જવાબ આપવાના બદલે જુની કોંગ્રેસ સરકાર સમયે શું થતું હતું તેવી ગોળ ગોળ વાતો કરવા લાગતા કોંગ્રેસી ધારાસભ્યો ઉગ્ર થયાહતા. 

નકલી બાબતે ગુજરાતમાં તમામ ક્ષેત્રોએ માઝા મુકી છે

કોંગ્રેસ ધારાસભ્યોએ આક્ષેપ કર્યો કે, નકલી કચેરી દ્વારા કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હોવાના મામલે સરકારે જવાબ આપવાનું ટાળ્યું હતું. 35  વર્ષ પહેલા કોંગ્રેસ સરકારના સમયમાં શું થયું હતું તેનો ઉલ્લેખ કરીને ગોળ ગોળ વાતો કરવા લાગી હતી. 35 વર્ષ પહેલા જે થયું હોય તે પરંતુ અત્યારે ભાજપ સરકાર કોઇ નક્કર કાર્યવાહી નથી કરી રહી. તમામ ક્ષેત્રમાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. જો કે સરકારે કોની સામે શું પગલા લીધા તે અંગે કોઇ પણ જવાબ આપી રહી નથી. 

પ્રજાની પરસેવાની કમાણીએ સરકાર- નકલીઓ તમામ મજા કરે છે

જ્યારે જવાબ આપવા અસમર્થ બને ત્યારે પહેલા તો ગલ્લા તલ્લા કરે અને વિપક્ષ તરીકે અમે વિરોધ કરીએ તો લોકશાહીની હત્યા કરીને વિપક્ષના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરે છે. આ ગુજરાતની પ્રજાના પરસેવાની કમાણીએ સરકાર અને નકલી તમામ લોકો જલ્સા કરે છે. જ્યારે કોઇ અવાજ ઉઠાવે તો તેનો અવાજ ચુપ કરાવીને લોકશાહીની હત્યા કરી નાખે છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઇતિહાસમાં ક્યારેય સસ્પેન્ડ થયા નથી. આ ઇતિહાસમાં પહેલીવાર છે કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. આ લોકશાહીની હત્યા છે. 

    follow whatsapp