GJEPC ના જવેલરી એક્ઝિબિશનમાં સોના-ચાંદીનું સંસદ ભવન બન્યું આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે ખાસિયત 

સંજય રાઠોડ, સુરત: શહેરમાં  GJEPC દ્વારા જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં વિવિધ કીમતી વસ્તુઓ મૂકવામાં આવી છે. જેમાં ગોલ્ડ અને સિલ્વરમાં તૈયાર…

gujarattak
follow google news

સંજય રાઠોડ, સુરત: શહેરમાં  GJEPC દ્વારા જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં વિવિધ કીમતી વસ્તુઓ મૂકવામાં આવી છે. જેમાં ગોલ્ડ અને સિલ્વરમાં તૈયાર કારવામાવેલ નવું સાંસદ ભવન પણ મૂકવામાં આવ્યું છે. 100 ગ્રામ ગોલ્ડ અને 15 કિલો ચાંદીમાં તૈયાર થયેલ આ સંસાદ જવેલરી એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સુરત ખાતે આઝાદી અમૃત મહોત્સવના ભાગ રૂપે જ્વેલરી  તૈયારીના ભાગરૂપે GJEPC દ્વારા જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ જવેલરી એક્ઝિબિશનમાં 50 જ્વેલર્સ અને 20 કારીગરોએ દિવસરાત મહેનત કરી ગોલ્ડ અને સિલ્વર માં બનાવાયેલ નવું સાંસદ ભવન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં લોકો સોના-ચાંદીનું સંસદભવન જોવા આવી રહ્યાં છે.

16 થી 18 ડિસેમ્બર એક્ઝિબિશનનું આયોજન 
સુરતના સરસાણા ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16 થી 18 ડીસેમ્બર સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરતના ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચર ભાગ લેશે. આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી જ્વેલરી રિટેઇલર અને હોલસેલર ખરીદી માટે આવશે.

જાણો શું છે આ સાંસદ ભવનની ખાસિયત 
GJEPC દ્વારા જવેલરી એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ ગોલ્ડ, સિલ્વર અને વિવિધ પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે.  સુરતના 50 જેટલા જ્વેલર્સનો ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો છે. આ પ્રતિકૃતિ 3ડી પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે.  તેમાં પ્રાકૃતિક હીરા ઉપરાંત લેબગ્રોન હીરાનો પણ ઉપયોગ કરાયો છે.

 

    follow whatsapp