દીકરી ઊંઘમાં બુમો પાડતી ‘મને છોડી દો…’, માતાએ પૂછતા પાડોશી આધેડ મહિનાથી દીકરીને પીંખતો હોવાનું ખૂલ્યું

ગાંધીનગર: ગાંધીનગરના ડભોડામાં 58 વર્ષના આધેડનો પાડોશમાં રહેતી બાળકો પર દુષ્કર્મ ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી બાળકીને દૂધ લેવા મોકલીને બાદમાં પોતાના ઘરે…

gujarattak
follow google news

ગાંધીનગર: ગાંધીનગરના ડભોડામાં 58 વર્ષના આધેડનો પાડોશમાં રહેતી બાળકો પર દુષ્કર્મ ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી બાળકીને દૂધ લેવા મોકલીને બાદમાં પોતાના ઘરે લઈ જતો અને દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા એક મહિનાથી બાળકી પર આ રીતે દુષ્કર્મ આચરવામાં આવતું. જોકે ડરી ગયેલી બાળકીએ ઊંઘમાં બુમો પાડતા માતાના પૂછવા પર સમગ્ર કૃત્યનો ભાંડો ફૂટ્યો હતો.

શ્રમિક પરિવારની દીકરીને આધેડ પીંખતો રહ્યો
વિગતો મુજબ, ડભાડોમાં રહેતા એક શ્રમજીવી પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. દંપતી મજૂરીએ જાય ત્યારે 8 વર્ષની બાળકી અને નાના દીકરીને ઘરે મૂકી જતા. બાળકી ઘરે એકલી હોય ત્યારે પાડોશમાં રહેતો લંબુબાપા નામના આધેડ બાળકીને દૂધ લેવા માટે મોકલતો હતો. આ બાદ બાળકી દૂધ લઈને આવે એટલે તેને ઘરે લઈ જતો અને દુષ્કર્મ આચરીને ધાકધમકી આપતો હતો. એક મહિના સુધી આધેડ આ રીતે બાળકીને પીંખતો રહ્યો, જેની બાળકીને માનસિક રીતે ખરાબ અસર પડી હતી.

ઊંઘમાં ડરી જતી બાળકી
આધેડની ધમકીઓથી ડરી ગયેલી બાળકી ઊંઘમાંથી ઝબકીને બુમો પાડવા લાગતી, ‘મને છોડી દો’ પછી રડવા લાગતી હતી અને રડતા રડતા બેભાન થઈ જતી. આથી પરિવાર બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો. માતાની પૂછપરછમાં બાળકીએ સમગ્ર હકીકત જણાવતા આધેડના કુકર્મનો ભાંડો ફૂટી ગયો હતો. આખરે પોલીસે લંબુબાપા ઉર્ફે ભીખો કાળુ સોલંકીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    follow whatsapp