ગુજરાતમાં વધુ એક આંદોલનના સંકેતઃ GETCOના 16,000 કર્મચારીઓએ મુકી માસ CL

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુ એક આંદોલનના સંકેતો મળી રહ્યા છે, કારણ કે GETCOના કર્મચારીઓ દ્વારા પોતાની કેટલીક માગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી છે. આવતીકાલથી…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુ એક આંદોલનના સંકેતો મળી રહ્યા છે, કારણ કે GETCOના કર્મચારીઓ દ્વારા પોતાની કેટલીક માગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી છે. આવતીકાલથી GETCOનો તમામ સ્ટાફ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જવાનો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પ્રમોશન ઓર્ડર રદ્દ કરવાની માગણી નહીં સ્વીકાર થતા ચર્ચા કરવાનો સેતુ જ ભાંગી પડ્યો હતો. તમામ વીજ કંપનીઓના ઈજનેરો, ટેક્નીકલ સ્ટાફ સહિતના કર્મચારીઓ પણ તેમની સાથે હડતાળમાં ઉતરે તેવા અણસાર જોવા મળતા હોઈ અંધારપટ છવાઈ જાય તો નવાઈ નહીં તેવી સ્થિતિ સર્જાશે.

વર્ગ 3 અને 4ના કર્મચારીઓ જોડાયા માસ સીએલમાં
GETCO (ગુજરાત ઈમર્જન્સી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી.)ના કર્મચારીઓએ આજે માસ સીએલ અને અચોક્કસ મુદ્દતની હડતાલ કરવાનો હુંકાર કર્યો છે. ગુજરાતમાં આજે 7 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે જ્યારે આવતીકાલે અચોક્કસ મુદ્દતની હડતાલ કરવાના છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતથી જ આ હડતાળના સમાચાર તંત્ર માટે ચિંતા જનક સાબિત થાય તેમ છે. આ તરફ મહેસાણામાં 16,000 જેટલા કર્મચારીઓ માસ સીએલ પર છે. આ કર્મચારીઓ આવતીકાલે પણ અચોક્કસ મુદ્દતની હડતાલ કરવાના છે. મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ ઝોનના અને રાજકોટ ઝોનના કર્મચારીઓ પણ માસ સીએલમાં તેમની સાથે જોડાયા હતા.

ભાવનગરઃ વરસાદમાં ન્હાવા જતા અગાસીની છત તૂટી, બે બાળકો લોહી લુહાણ

ઉલ્લેખનીય છે કે ટીપીએસ ગાંધીનગરમાં પડતર પ્રશ્નોને લઈને મીટીંગ થઈ હતી. જોકે મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે આ મીટીંગમાં કાંઈ ખાસ નિરાકરણ ના આવતા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માસ સીએલમાં જોડાયા હતા. રાજકોટમાં વધુ 7 હજાર જેટલા કર્મચારીઓએ માસ સીએલ મુકી છે જેમાં ઈજનેરો અને લાઈનમેન હડતાળ કરવાના છે. દરમિયાન કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

    follow whatsapp