Gandhinagar News: ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત, બંને કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા

Gujarat Tak

28 Mar 2024 (अपडेटेड: Mar 28 2024 12:51 PM)

આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા કોગ્રેસમુક્ત બની છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપમાં 41 કોર્પોરેટરો અને કોગ્રેસના 2 કોર્પોરેટરો એટલે કે હવે 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાશે એટલે ગાંધીનગર કોગ્રેસ મનપામાં એક પણ કોર્પોરેટર નહી રહે.મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપ પાસે છે.

Gandhinagar News

ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની

follow google news

Latest Gandhinagar News: આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા કોગ્રેસમુક્ત બની છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપમાં 41 કોર્પોરેટરો અને કોગ્રેસના 2 કોર્પોરેટરો એટલે કે હવે 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાશે એટલે ગાંધીનગર કોગ્રેસ મનપામાં એક પણ કોર્પોરેટર નહી રહે.મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપ પાસે છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો

 
ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની

સૂત્રોના જણાવ્યા અનુસાર,  કોગ્રેસના બંન્ને કોર્પોરેટરો રાજીનામાં આપ્યા બાદ આવતીકાલે કેસરિયો કરશે. થોડા દિવસ અગાઉ અંકિત બારોટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. ગાંધીનગર કોર્પોરેશનમાં 44 બેઠકોમાંથી 2 બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી પરંતુ રાજીનામું આપતા હવે ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની છે.

અંકિત બારોટે રાજીનામાંનું કારણ જણાવ્યું 

કોર્પોરેટર અંકિત બારોટે રાજીનામાં બાદ કહ્યું કે,  વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે તે માટે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા આવતી કાલે ભાજપમાં જોડાશે. બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો દોર શરૂ છે, તે હાલ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી, જેમાં ભાજપના સીનિયર નેતાઓ, પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો સહિતના લોકો હાજર રહ્યાં હતા. 
 

    follow whatsapp