ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો રહે ઍલર્ટ, કમોસમી વરસાદ અને હીટવેવને લઈને શું છે હવામાન વિભાગની આગાહી?

Gujarat Tak

21 Mar 2024 (अपडेटेड: Mar 21 2024 4:40 PM)

Meteorological Department Forecast: ઉનાળો આ વખતે ભારે આકરો થવાનો છે અને વારંવાર હીટવેવ આવતી રહેવાની છે, તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે.

Meteorological Department Forecast

ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો રહે ઍલર્ટ

follow google news

Meteorological Department Forecast: ઉનાળો આ વખતે ભારે આકરો થવાનો છે અને વારંવાર હીટવેવ આવતી રહેવાની છે, તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. હાલમાં Meteorological Department Forecast: ઉનાળો આ વખતે ભારે આકરો થવાનો છે અને વારંવાર હીટવેવ આવતી રહેવાની છે, તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. હાલમાં ઉનાળાની પહેલી હીટવેવની અસર હેઠળ પોરબંદર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લા આવી ગયા છે. અમદાવાદમાં પર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. અમદાવાદીઓ રાજ્યના અન્ય પ્રમુખ શહેરોની જેમ દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અનુભવી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરતા વરસાદ અને હીટવેવનું અનુમાન કર્યું છે. 

આ પણ વાંચો

આજે હીટવેવની સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં હીટવેવ રહેશે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. 

આ પણ વાંચોઃ IPL 2024: MS Dhoniએ છોડી CSKની કેપ્ટનશીપ, જાણો કોને સોંપાઈ ટીમની કમાન

જાણો ક્યાં વિસ્તારમાં પડશે હળવો વરસાદ

વરસાદ અંગે તેઓએ જણાવ્યું કે, આજે છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને કચ્છના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. તો દીવ, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવ થવાની પણ આગાહી છે.

કેમ પડશે વરસાદ?

રામાશ્રય યાદવે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. અરેબિયનથી ભેજ આવી રહ્યો છે એટલે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ Mansukh Mandaviya: ચૂંટણી પહેલા વધી મનસુખ માંડવિયાની મુશ્કેલી, ચૂંટણીપંચમાં નોંધાઈ ફરિયાદ

ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે લોકો 

આપને જણાવી દઈએ કે, રાજ્યના પોરબંદર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાના લોકો હીટવેવની અસર હેઠળ હોઈ બપોરના સમયગાળામાં આ વિસ્તારના લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું છે. આજે પણ આ ત્રણ જિલ્લાઓમાં હીટવેવ યથાવત રહેશે. 

    follow whatsapp