PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 30મી ઓક્ટોબરે PM મોદીની મહેસાણામાં સભા યોજોવાની છે. PM આ સાથે અંબાજીમાં પણ માતાજીના દર્શન માટે આવશે તેવી માહિતી મળી રહી છે. ત્યારે અંબાજીમાં ચીખલી ખાતે 4 હેલિપેડ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અંબાજીના ચીખલી ખાસે આ પહેલીવાર હેલિકોપ્ટર ઉતરશે.
ADVERTISEMENT
1996થી હેલિકોપ્ટરમાં નથી આવતા નેતાઓ
આગામી 30મી નવેમ્બરે PM મોદી આવી રહ્યા છે. આ માટે અંબાજી ખાતે અધિકારીઓની આજે મીટિંગ યોજાઈ હતી અને અંબાજીના ચીખલીમાં 4 હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, PM મોદી સવારમાં અંબાજી મંદિર દર્શન માટે આવશે. 1996થી આજ સુધી અંબાજીમાં હેલિકોપ્ટર નથી ઉતર્યું. એવું કહેવાય છે કે અંબાજીમાં રાજકીય નેતા કે અભિનેતા અથવા VIP હેલિકોપ્ટરથી આવે તો તેમની કારકિર્દી ખતમ થઈ જાય છે.
ગત વર્ષે મોટર માર્ગે અંબાજી પહોંચ્યા હતા PM
ગત વર્ષે પણ PM મોદી અંબાજી મંદિરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓ અંબાજીથી 35 કિલોમીટર દૂર વડગામ તાલુકાના હાંતાવાડા ગામે હેલિકોપ્ટરમાં આવી ત્યાંથી મોટર માર્ગે અંબાજી ખાતે પહોંચ્યા હતા. જોકે આ પહેલીવાર હશે જ્યારે PM હેલિકોપ્ટરથી અંબાજી પહોંચશે.
અત્યાર સુધી નેતા હેલિકોપ્ટરથી અંબાજી નહોતા જતા?
અંબાજી ખાતે ઘણા નેતાઓ આવે છે પણ તેઓ હેલિકોપ્ટર દ્વારા અંબાજી આવતા નથી. છેલ્લે એટલે કે 25 વર્ષ પહેલાં અંબાજી ખાતે નેતાઓ હેલિકોપ્ટર લઇને આવ્યા હતા. ત્યારબાદ કોઈપણ નેતાઓ અંબાજી ખાતે હેલિકોપ્ટર લઇને આવ્યા નથી. એવું કહેવાય છે કે જે નેતા હેલિકોપ્ટર લઇને અંબાજી આવે છે તેની રાજકિય કારકિર્દી ખતમ થઈ જાય છે. એટલે અંધ શ્રદ્ધા ગણો કે ડર ગણો, આમ કોઈપણ નેતાઓ હેલિકોપ્ટર દ્વારા અંબાજી આવતા નથી.
(શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT
