ELON MUSK નથી રહ્યા નંબર 1 સંપત્તીવાન, આ વ્યક્તિએ પછાડી દીધા

Krutarth

• 12:56 PM • 13 Dec 2022

નવી દિલ્હી : વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાં ફેરફાર આવ્યો છે. ELON MUSK હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો તાજ નથી રહ્યો. જો કે બીજા…

gujarattak
follow google news

નવી દિલ્હી : વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાં ફેરફાર આવ્યો છે. ELON MUSK હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો તાજ નથી રહ્યો. જો કે બીજા નંબરે ખસી ગયા છે. ફ્રાંસના દિગ્ગજ વેપારી બર્નાર્ડ અર્નાલ્ટએ સંપત્તીની રેસમાં તેમને પછાડી દીધા છે. Bernard Arnault 185.5 અબજ ડોલરની નેટવર્ત સાથે વિશ્વનાં સૌથી અમીર વ્યક્તિ બની ચુક્યાં છે.

આ પણ વાંચો

ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયોનેર યાદીમાં ફેરફાર
ફોર્બ્સના રિયલ ટાઇમ બિલેનિયર્સ ઇન્ડેક્સના અનુસાર લાંબા સમયમાં સૌથી વધારે વ્યક્તિત્વ પર પોતાની ઓળખ જાળવી રાખનારા એલન્સ મસ્કની સંપ્તતીમાં ભારે ઘટાડા બાદ તેઓ પહેલા નંબર પરથી ખસી ગયા છે. એલન મસ્કની નેટવર્ક 181.3 અબજ ડોલર થઇ ચુકી છે. જો કે મસ્ક અને અર્નાલ્ટ વચ્ચેનું અંતર બઉ મોટુ નથી. બંન્ને સંપત્તીમાં માત્ર 5.2 અબજ ડોલરનો જ ફરક જોવા મળી રહ્યો છે.

ઇલેક્ટ્રીક કાર બનાવનાર સૌથી મોટી કંપનીના માલિક
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રીક કાર બનાવનારા સૌથી મોટી કંપની TESLA ના સીઇઓ ELON MUSK ને વર્ષ 2021 માં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. તેમણે એમેઝોનના જેફ બેજોસ (JEFF BEZOS) ને પછાડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રિપોર્ટ અનુસાર આ સમયે મસ્કની નેટવર્ક 188 અબજ ડોલર પર પહોંચી ચુકી હતી, જ્યારે પહેલા નંબર પર રહેલા બેજોસની નેટવર્ક 187 અબજ ડોલર રહી ચુકી હતી. હવે જેફ બેજોસ 113.8 અબજ ડોલરની નેટવર્કની સાથે વિશ્વના સૌથી સંપત્તીવાન લોકોમાં ચોથા નંબર પર પહોંચી ચુક્યાં છે. તેમણે ભારતીય ઉદ્યોગપતિ GAUTAM ADANI ને પછાડ્યા છે.

અદાણી હજી પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું
TOP 10 Billionaires List માં રબેલા ભારતીય ઉદ્યોગપતિઓએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધીમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી (GAUTAM ADANI) 134.6 અબજ ડોલર સાથે છે. વિશ્વના ત્રીજા નંબરના સૌથી સંપત્તિવાન વ્યક્તિ પણ છે. જ્યારે બીજા ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે જેઓ 92.8 અબજ ડોલર સાથે આઠમા નંબર પર છે.

    follow whatsapp