મોડાસાઃ હાલમાં જ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થયા છે. ચૂંટણી દરમિયાન તમામ પાર્ટીઓના ઉમેદવારો અને કાર્યકરો તથા અપક્ષ ઉમેદવારોએ ઠેરઠેર પ્રચારની કામગીરી કરી હતી. આ કામગીરીથી થાકી પાકીને મોડાસાના ઉમેદવાર પ્રચાર પડઘમ શાંત થતા જ સીધા પાનના ગલ્લે પહોંચ્યા હતા. તેમણે અહીં ફાયર પાનની લીજ્જત માણી હતી અને કહ્યું હતું કે પ્રચારની માનસિક થકાવટ દુર કરવા પાન ખાવા આવ્યો છું.
ADVERTISEMENT
કોંગ્રેસ ઉમેદવાર પ્રચાર પછી પહોંચ્યા પાનના ગલ્લે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના પ્રથમ તબક્કાના મતદાન પછી 89 બેઠકો પર ઉમેદવારોના ભાવી હવે ઈવીએમ મશીનમાં કેદ છે. આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને તેમાં 93 બેઠકોના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થવાના છે. ઉપરાંત આગામી 8 ડિસેમ્બરે જ્યારે પરિણામોની જાહેરાત થશે ત્યારે કયા ઉમેદવારને જન સમર્થન મળ્યું કોને મળ્યો જાકારો તે નક્કી થઈ જશે. તે દરમિયાનમાં હવે જ્યારે બીજા તબક્કા માટે પણ પ્રચાર પ્રસારના પડઘમ શાંત થયા છે. પ્રચાર દરમિયાન સતત દોડાદોડ નેતાઓએ કરી છે. મતદારોને આકર્ષવવા વિવિધ દાવ પેચ અને નિવેદનબાજી પણ આપણે જોઈ છે. ત્યારે પ્રચારના કામથી થાકી પાકીને મોડાસાના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઠાકોર સાંજે પાનના ગલ્લે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ફાયર પાનની લીજ્જત માણી હતી તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે પાન ખાવાથી નવી ઉર્જા મળે છે, પ્રચારની કામગીરીમાં થયેલો માનસિક થાક દુર કરવા પાન ખાવા આવ્યો છું.
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT
