અમદાવાદઃ ગુજરાતમાં ગત સાંજથી ‘હું ચુંટણી નહીં લડું’ આ શબ્દો જાણે એક મુહીમ હોય તેવી રીતે ભાજપના નેતાઓ દ્વારા ચલાવાઈ હતી. જોકે તેના પછી આશ્ચર્યજનક રીતે અચાનક મીડિયા સાથે વાતચિત દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે કરેલી આ જાહેરાતથી લગભગ સહુ કોઈ ચોંકી ગયા છે. જોકે તેઓ આ ચૂંટણી કેમ લડવા માગતા નથી તેની તેમણે વાત પણ મીડિયા સમક્ષ મુકી હતી. તેઓનો એક માત્ર ટાર્ગેટ 125 + બેઠકો ગુજરાતમાં જીતવી અને કોંગ્રેસનો ડંકો વગાડવાની વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT
ચૂંટણી લડીએ કે ગુજરાતમાં સરકાર બનાવીએઃ જગદીશ ઠાકોર
તેમણે આ સંદર્ભમાં મીડિયા સાથે વાતચિત દરમિયાન કહ્યું કે, હું ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડતો નથી. અમારા દિગ્ગજ નેતાઓ સાથે પણ નાની મોટી ચર્ચાઓ ચાલી રહી છે. બે બાબતો છે કે ચૂંટણી લડીએ કે આખા ગુજરાતમાં ફરીને કોંગ્રેસનું કામ કરીને સરકાર બનાવીએ. એ બે બાબત પર ચર્ચા વિચારણા થઈ રહી છે. બધા જવાબદારી સાથે આગળ વધી રહ્યા છે. કયા ઝોનમાં કોણ અસરકાર છે અને આખી ટીમ બનાવીને ગુજરાતમાં સરકાર બનાવવાની લાગણી ખુબ મોટી છે અને એ અંગે વન ટુ વન, સામુહીક ગેહલોત સાહેબ હોય કે અમારા રમેશ જેનીથલાજી હોય કે, અમારા વેણું ગોપાલજી હોય કે ખડગે સાહેબ હોય તે બધા સાથે બેસીને ખુબ સારી રીતે ચર્ચા કરીને 125+ સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે બાબતમાં બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
