Junagadh News: હવે જૂનાગઢમાં ફરી વળ્યું ‘દાદાનું બુલડોઝર’, આ વિસ્તારના ગેરકાયદે મંદિર, મસ્જિદ તોડી પડાયા

Gujarat Tak

10 Mar 2024 (अपडेटेड: Mar 10 2024 10:14 AM)

Demolition In Junagadh: રાજ્યમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. ગેરકાયદે બાંધકામમાં દૂર કરવા માટે રાજ્ય સરકારે કચ્છ, જામનગર બાદ હવે જૂનાગઢમાં પણ એક્શન લીધી છે. શહેરમાંથી ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા મોદી રાતે હાથ ધરવામાં આવી હતી.

જામનગર, કચ્છ બાદ હવે જૂનાગઢમાં બુલડોઝર ચાલ્યું

Demolition In Junagadh

follow google news

Demolition In Junagadh: રાજ્યમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. ગેરકાયદે બાંધકામમાં દૂર કરવા માટે રાજ્ય સરકારે કચ્છ, જામનગર બાદ હવે જૂનાગઢમાં પણ એક્શન લીધી છે.  શહેરમાંથી ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા મોદી રાતે હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો

જામનગર, કચ્છ બાદ હવે જૂનાગઢમાં બુલડોઝર ચાલ્યું

અગાઉ રાજ્ય સરકાર દ્વારા જામનગર, કચ્છ જિલ્લામાં ઘાર્મિક સ્થળો સહિતના કેટલાક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા તો હવે જૂનાગઢમાં પણ નવા નિમાયેલ કમિશ્નર દ્વારા કડક એક્શન લેવામાં આવી રહી છે. મજેવડીમાં મોડી રાત્રે ગેરકાયદે નિર્માણો  પર   બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પણ સવાર પડે તે પહેલા જ બે મંદિર અને એક મસ્જિદ ગેરકાયદે હોવાથી બાંધકામને તોડી પડાયું હતું. 

800થી વધુ પોલીસકર્મી સાથે ડિમોલિશનની કાર્યવાહી

જૂનાગઢમાં 800થી વધુ પોલીસકર્મી સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.  જૂનાગઢમાં મોડી રાત્રે બે વાગ્યે હાથ  ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા અને મહેસૂલ વિભાગના દસ્તાવેજોની પૂરી ચકાસણી કર્યાં  બાદ જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય માટે પહેલાથી જ  સુરક્ષાદળની બે ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

(ઇનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp