ગુજરાતમાં જાહેર રજાના દિવસે ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ, દસ્તાવેજ નોંધણીની કામગીરી રાબેતા મુજબ શરૂ

Gujarat Tak

22 Mar 2024 (अपडेटेड: Mar 22 2024 3:56 PM)

તા.૨૯/૦૩/૨૦૨૪ને શુક્રવારને જાહેર રજાના દિવસે રાજ્યની તમામ ૨૯૪ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Sub Registrar Office

રજાના દિવસે ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ

follow google news

Sub Registrar Office: ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ તારીખ 31 માર્ચ છે. એવામાં સરકારી કર્મચારીઓને 29 માર્ચના રોજ ગુડ ફ્રાઈડે, 30 માર્ચે ચોથો શનિવાર અને 31 માર્ચના રોજ રવિવારની રજા છે. તો નાણાકીય વર્ષના છેલ્લા દિવસોમાં સરકારી કામો કરવા માટે સામાન્ય રીતે ઘસારો જોવા મળતો હોય છે. માટે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે તારીખ 29 ના રોજ ગુડ ફ્રાઇડેની જાહેર રજા હોવા છતાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ રાખવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો

રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ રહેશે

રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓને દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે જરૂરી એપોઇન્ટમેંટ/ટોકન સ્લોટ જાહેર રજાના દિવસે પણ ફળવવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ગરવી વેબ એપ્લીકેશન મારફતે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવેલ હોય તે જ દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી નિયમોનુસાર કરવામાં આવશે. જોકે મુખ્ય વાત એ છે કે આ દિવસે ફક્ત દસ્તાવેજ નોંધણીની જ કાર્યવાહી કરવાની રહેશે. રાજ્યમાં તમામ અધિક નોંધણી સર નિરીક્ષક, મદદનીશ નોંધણી નિરીક્ષક, નોંધણી નિરીક્ષક દ્વારા  જરૂરી મહેકમ સાથે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવાની સુચના આપવામાં આવી છે.

આવકવેરા કચેરીઓ પણ  તારીખ 29 થી 31 સુધી શરૂ રહેશે

તો અઅ સિવાય આવકવેરા વિભાગ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે, દેશભરની આવકવેરા કચેરીઓને તારીખ 29 થી 31 સુધી લોકોને ઇન્કમટેક્સને લગતી કામગીરીમાં તકલીફ ન પડે તે માટે રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે. 

    follow whatsapp