આ રીતે ભણશે બાળકો? અમદાવાદ શહેરમાંજ ધોરણ 1 થી 5 ના 965 શિક્ષકોની ઘટ

Niket Sanghani

• 07:37 AM • 15 Mar 2023

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકોની મોટી ઘટ સાથે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સરકારી અંગ્રેજી અને હિન્દી મીડિયમની સરકારી શાળાઓમાં…

gujarattak
follow google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકોની મોટી ઘટ સાથે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સરકારી અંગ્રેજી અને હિન્દી મીડિયમની સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે.  ત્યારે શિક્ષકોની ઘટનો મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે શિક્ષણ મંત્રીને પ્રશ્ન પુછ્યો હતો. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ મામલે  શિક્ષણ મંત્રીએ જવાબ રજૂ કર્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં માં ધોરણ 1 થી 5 શિક્ષકોની 965 ઘટ સામે આવી છે.

આ પણ વાંચો

ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો શ્રેય લેતું તંત્ર કાયમી શિક્ષકોની મોટી ઘટ હોવા છતાં ગુણવત્તાસભર શિક્ષણ આપવાની વાત કરી શ્રેય લૂંટી રહ્યું છે.  બીજી તરફ રાજ્યભરમાં શિક્ષકોની ઘટ વચ્ચે બાળકો ભણવા મજબૂર બન્યા છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટનો આકડો સામે આવ્યો છે.  અમદાવાદમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 388 ઘટ છે.  અમદાવાદ શહેરમાં માં ધોરણ 1 થી 5 શિક્ષકોની 965 ઘટ છે.  ગાંધીનગરમાં ધોરણ 1 થી 5 શિક્ષકોની 133 ઘટ સામે આવી છે. ત્યારે ગાંધીનગર શહેરમાં માં ધોરણ 1 થી 5 શિક્ષકોની 34 ઘટ સામે આવી છે. સરકારે ખુદ સ્વીકાર્યું છે કે, શિક્ષકોની ઘટ છે.

ધોરણ 6 થી 8 વિષયવાર શિક્ષકોની ઘટ
ભાષાના શિક્ષકોનીઘટ
અમદાવાદમાં :-59
અમદાવાદ શહેરમાં:-43
ગાંધીનગરમાં :-59
ગાંધીનગર શહેરમાં:-07

ગણિત -વિજ્ઞાન શિક્ષકોની ઘટ
અમદાવાદમાં :-105
અમદાવાદ શહેરમાં:-62
ગાંધીનગર:-49
ગાંધીનગર શહેરમાં :-06

આ પણ વાંચો: Patan: રસિયો રુપાળો લાઈટ બિલ ભરતો નથી…. વિજ વિભાગના અધિકારીની અનોખા અંદાજમાં અપીલ, Video

સામાન્ય વિજ્ઞાન શિક્ષકોની ઘટ
અમદાવાદમાં :-71
અમદાવાદ શહેરમાં:-15
ગાંધીનગર:-66
ગાંધીનગર શહેરમાં :-20

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp