Surat News: સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ચારેય લોકોએ આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા માટે FSLની ટીમ પણ બોલાવવામાં આવી છે.
ADVERTISEMENT
ફ્લેટમાંથી મળી આવ્યા 4 મૃતદેહ
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના જહાગીરપુરા વિસ્તારમાં આવેલી રાજન રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં 4 લોકો જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58), શાંતુબેન વાઢેર (ઉં.વ.55), ગૌબેન હીરાભાઈ વાઢેર (ઉં.વ. 55) અને હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)ના મૃતદેહ મળી આવ્યા છે. એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. મોત પાછળનું સાચુ કારણ હજુ બહાર નથી આવ્યું.
રાત્રે જમ્યા બાદ સવારે ઉઠ્યા જ નહીં
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારેય લોકો રાત્રે જમ્યા પછી સવારે ઉઠ્યા જ નથી. ચારેયે રાત્રે પૂરી અને કેરીનો રસ આરોગ્યો હતો. ચારેયનાં મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યાં છે. ફૂડ પોઈઝનિંગની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થશે ખુલાસો
એસીપી આર.પી. ઝાલાએ જણાવ્યું હતું કે, આ ચારેય લોકોનું મૃત્યુ કેવી રીતે થયું તેની હાલ કોઈ માહિતી મળી નથી. મૃતકનો દીકરો બાજુમાં જ રહે છે, તેણે જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.
ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત
ADVERTISEMENT
