Banaskantha: દલિત યુવકની અંતિમક્રિયા માટે ગામમાં જગ્યા ન અપાઈ, મામલદાર કચેરીએ પરિજનોના ધરણાં

Yogesh Gajjar

• 10:16 AM • 02 Jan 2024

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દાંતા તાલુકાના વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું મોત થઈ જતા ગામમાં દફનવિધિ કરવા…

gujarattak
follow google news

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દાંતા તાલુકાના વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું મોત થઈ જતા ગામમાં દફનવિધિ કરવા ગ્રામજનોએ જગ્યા ન આપી. જે બાદ પરિવારજનો મૃતદેહને લઈને ન્યાયની માંગણી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ધરણાં પર બેઠા હતા

આ પણ વાંચો

ગામમાં દફનવિધી માટે ન મળી જગ્યા

વિગતો મુજબ, બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસ ગામના 45 વર્ષના ગોવિંદભાઈ મકવાણાનું સોમવારે રાત્રે આકસ્મિક મોત થઈ ગયું હતું. આથી સવારે ગ્રામજતો ગામમાં તેમની દફનવિધી કરવા માટે પહોંચ્યા હતા. આ ગામમાં તેમને પરિજનની દફન વિધી માટે જગ્યા ન મળતા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ દાંતા પહોંચ્યા હતા.

મામલતદારને પરિવારે કરી રજૂઆત

પરિજનો સ્વજનના મૃતદેહને પોતાની સાથે લઈને દાંતાની મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં કચેરી બહાર એકઠા થયેલા લોકોએ ન્યાયની માગણી કરી હતી. નોંધનીય છે કે, આ પહેલા પંચમહાલ જિલ્લામાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં અમરેલીમાં મજૂરી કામ માટે ગયેલા પરિવારની વહુનું ડિલિવરી બાદ મોત થઈ ગયું હતું. આ બાદ પરિજનો વતન ઘોઘંબામાં કંકોડાકોઈ ગામે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ સ્મશાનમાં અંતિમક્રિયા ન કરવા દેતા પરિવારે ખેતરમાં મહિલાના શબને અગ્નિદાહ આપવો પડ્યો હતો.

(ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, દાંતા)

    follow whatsapp