Dakor Temple: ડાકોર મંદિરમાં મારામારી, વડોદરાના પરિવારને મંદિર કર્મચારી પર કર્યો હુમલો, CCTVમાં કેદ ઘટના

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરની મારામારીની ઘટના બની. રણછોડ સેનાના કર્મચારી સાથે દર્શન કરવા આવેલા બરોડાના પરિવારે મારામારી કરી. મારામારીની ઘટના મંદિર પરિસરમાં લાગેલા…

dakor temple

dakor temple

follow google news
  • ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરની મારામારીની ઘટના બની.
  • રણછોડ સેનાના કર્મચારી સાથે દર્શન કરવા આવેલા બરોડાના પરિવારે મારામારી કરી.
  • મારામારીની ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ.

Dakor Temple: યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં મારામારીની ઘટના સામે આવી છે. રવિવારે મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દરમિયાન મંદિરમાં દર્શન કરવા આવેલા પરિવારનો કોઈ વાતને લઈને બોલાચાલી થતા મંદિરના કર્મચારી પર હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.

મહિલાની લાઈનમાં જતા પુરુષોને રોકતા મારામારી

વિગતો મુજબ, રવિવારે ડાકોર મંદિરમાં વડોદરાનો એક પરિવાર દર્શન કરવા માટે આવ્યો હતો. મંદિરમાં મહિલાઓના દર્શન માટે અલગ લાઈન રાખવામાં આવેલી હતી. જોકે મહિલાઓની લાઈનમાં પુરુષ દર્શન કરવા જતા કર્મચારીએ તેમને રોક્યા હતા. આ બાદ બોલાચાલી થતા ગુસ્સે થયેલા પરિવારના સભ્યોએ કર્મચારી સાથે મારામારી કરી હતી. કર્મચારી પર હુમલાની ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પરિવારે કર્મચારીની માફી માંગી

જોકે આખરે પરિવારને પોતાની ભૂલ સમજાતા તેમણે કર્મચારીની માફી માંગી લીધી હતી. જે બાદ કર્મચારીએ રહેમ નજર રાખીને ફરિયાદ નોંધાવી નહોતી.

(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)

    follow whatsapp