અમદાવાદમાં ફાફડા-જલેબી જોતા જ તૂટી પડ્યો MS Dhoni, વિદેશી ખેલાડીઓના મોઢામાં પણ પાણી આવી ગયું

Yogesh Gajjar

• 04:03 AM • 01 Apr 2023

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની શરૂઆત શુક્રવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ સાથે થઈ ગઈ. પહેલી મેચમાં ગુજરાત…

gujarattak
follow google news

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની શરૂઆત શુક્રવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ સાથે થઈ ગઈ. પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નઈને હરાવીને વિજય મેળવ્યો હતો. બંને ટીમો વચ્ચેની મેચમાં સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો, જેમાં દર્શકોનું ખૂબ મનોરંજન થયું. જોકે મેચ પહેલા અમદાવાદ પહોંચેલી ચેન્નઈની ટીમે ફાફડા-જલેબીની જયાફત માણી તેનો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે.

આ પણ વાંચો

અમદાવાદમાં ફાફડા-જલેબીની મજા
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આ વીડિયો તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં ટીમ પ્રેક્ટિસ સેશન પુરુ થયા બાદ ડ્રેસિંગ રૂમની અંદર જલેબી અને ફાફડા ખાતા જોવા મળી હતી. કેપ્ટન ધોની ઉપરાંત બેન સ્ટોક્સ, ડેવોન કોનવે અને અન્ય ખેલાડીઓ પણ આમાં સામેલ છે.

પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સની જીત
નોંધનીય છે કે, IPLની પ્રથમ મેચની વાત કરીએ તો તેમાં ગુજરાત ટાઈટન્સની ટીમની 5 વિકેટે જીત થઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતને જીતવા માટે 179 રન બનાવવાના હતા, જે તેણે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધા હતા. ગુજરાત ટાઇટન્સની જીતનો હીરો શુભમન ગિલ રહ્યો હતો, જેણે 63 રનની ઇનિંગ રમી હતી.

179 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 3.5 ઓવરમાં 37 રનની ભાગીદારી નોંધાવી હતી. રાજવર્ધન હંગરગેકરે રિદ્ધિમાન સાહા (25 રન)ને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. આ પછી સાઈ સુદર્શન (22) અને શુભમન ગીલે 53 રન જોડ્યા, જેના કારણે ગુજરાતની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ. બીજી તરફ ચૈન્નઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે 92 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.

 

    follow whatsapp