રાજપીપળા કમલમનું લોકાર્પણ કરવા પહોંચેલા CR પાટીલ ભડક્યા, તાત્કાલિક સ્ટેજ પરથી હટાવડાવી ખુરશી

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું નવું કાર્યાલય કમલમ બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરવા માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પહોંચ્યા હતા.

જાહેરસભામાં ખુરશી જોઈને ભડક્યા CR પાટીલ

CR Patil

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજપીપળા ખાતે બનાવવામાં આવ્યું છે નવું કાર્યાલય

point

ભાજપના પ્રદેશ અધ્યક્ષે કર્યું કાર્યાલયનું લોકાર્પણ

point

પોતાના માટે મુકેલી અલગ ખુરશીને તાત્કાલિક હટાવડાવી

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું નવું કાર્યાલય કમલમ બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરવા માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પહોંચ્યા હતા. આ દરમિયાન જાહેરસભામાં સ્ટેજ પર પોતાના માટે અલગ મુકેલી ખુરશી જોઈને તેઓ ભડક્યા હતા. જે બાદ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સ્ટેજ પરથી પોતાના માટે મુકેલી અલગ ખુરશીને તાત્કાલિક હટાવડાવી હતી અને અન્ય આગેવાનો માટે મુકેલા સોફા પર બધાની સાથે જ બેઠા હતા. 

અલગથી મુકેલી ખુરશી હટાવડાવી

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 6 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ કાર્યાલયના લોકાર્પણ માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજપીપળા ખાતે પહોંચ્યા હતા.  જ્યાં એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભાના સ્ટેજ પર પહોંચતા જ પોતાના માટે અલગથી મુકેલી ખુરશી જોઈને સી.આર પાટીલ ભડક્યા હતા. જે બાદ તેઓએ તાત્કાલિક આ ખુરશી હટાવડાવી હતી અને સ્ટેજ પર મુકેલા સોફા પર નર્મદા જિલ્લાના અન્ય આગેવાનોની સાથે જ બેઠા હતા. 

 

સી.આર પાટીલના કરી રહ્યા છે વખાણ

સી.આર પાટીલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે બાદ ભાજપના કાર્યકરો સી.આર પાટીલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે સી.આર પાટીલ દરેક કાર્યકરોને સાથે લઈને ચાલવામાં માને છે. તેઓ બધાની સાથે બેસવામાં માનનાર વ્યક્તિ છે. તેઓ દરેક કાર્યકરને એકસમાન જ માને છે, કોઈને નાના કે મોટા માનતા નથી.

    follow whatsapp