વિધાનસભામાં અદાણી મુદ્દે JPCની માંગ સાથે કોંગ્રેસનો હોબાળો, તમામ ધારાસભ્યો ગૃહમાંથી સસ્પેન્ડ

Yogesh Gajjar

27 Mar 2023 (अपडेटेड: Mar 27 2023 6:58 AM)

ગાંધીનગર: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટ દ્વારા માનહાનિ કેસમાં 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ સંસદ સભ્ય પદ લોકસભામાંથી રદ કરી દેવામાં આવ્યું હતું.…

gujarattak
follow google news

ગાંધીનગર: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટ દ્વારા માનહાનિ કેસમાં 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ સંસદ સભ્ય પદ લોકસભામાંથી રદ કરી દેવામાં આવ્યું હતું. જેને લઈને દેશભરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય આ બાબતને લઈને વિરોધ કરી રહ્યા છે. એવામાં વિધાનસભામાં ચાલતા બજેટ સત્રમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો અદાણી મુદ્દે JPCની માંગ સાથે કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો. એવામાં કોંગી ધારાસભ્યોને ટિંગાટોળી કરીને ગૃહમાંથી દૂર કરાયા હતા. સાથે જ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો

અમિત ચાવડા વિરોધ મુદ્દે શું બોલ્યા?
આ અંગે અમિત ચાવડાએ કહ્યું કે, 23મી માર્ચે અંગ્રેજીઓ આપણા ક્રાંતિવીર ભગતસિંહને સજા સંભળાવી હતી. આ 23મી માચે નવા અંગ્રેજોના શાસનમાં એક ગાંધીને સજા સંભળાવવામાં આવી. ખોટી રીતે કેસો ઊભા કરી, નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યવાહી કરી. આ કાર્યવાહી પછી તરત તેમનું સભ્યપદ રદ કરવા પાછળનો હેતુ એ હતો કે નરેન્દ્રભાઈ અને અદાણી વચ્ચે જે સંબંધો છે એ શું સંબંધો છે તે દેશની જનતા જાણવા માગતી હતી. અદાણીની સેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયાનું બેનામી રોકાણ ક્યાંથી આવ્યું, આ રોકાણ કોનું હતું. એ દેશની જનતા જાણવા માગે છે. તેની તપાસ માટે JPC માગવામાં આવી હતી. આ મુદ્દો રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં ઉઠાવ્યો ત્યારે તેમને રોકવામાં આવ્યા અને તેનું ભાષણ પાર્લામેન્ટમાંથી હટાવવામાં આવ્યું.

 

    follow whatsapp