Video : સુરતમાં ડ્રાઈવરોએ કાયદો હાથમાં લીધો, પોલીસકર્મીનો કોલર પકડીને માર માર્યો

Surat news : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા છે. તો એવામાં હવે…

gujarattak
follow google news

Surat news : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા છે. તો એવામાં હવે સુરતમાં બીઆરટીએસ અને એએમટીએસના ડ્રાઇવરો પણ હડતાળમાં જોડાયા છે, ત્યારે સુરતમાં સિટી બસ ચાલકોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે. સુરતમાં બસ ડ્રાઈવરોનો હિંસક વિરોધ સામે આવ્યો છે. ડુમ્મસ મગદલ્લા રોડ પર ડ્રાયવરોએ હલ્લાબોલ કર્યો હતો. સુરત PCR વાનના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. PCR વાન 902ના પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. GJ 5 GV 2270ના પોલીસકર્મી પર હુમલો કરાયો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

શું છે ઘટના ?

ટ્રકચાલકોની સાથે હવે સુરતમાં બીઆરટીએસ અને એએમટીએસના ડ્રાઇવરો હળતાલમાં જોડાયા છે. ટ્રક ચાલકોએ સીટીબસ રોકી વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ટ્રાફિકની સમસ્યાને હટાવા માટે PCR વાન ત્યાં પહોંચી હતી. આ દરમિયાન ડ્રાઈવરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલીક જગ્યા પર સિટી બસ શરૂ હોવાથી તોડફોડ કરાઇ છે. જોકે હાલમાં સુરતમાં 50 ટકા ડ્રાઈવરને સીટી બસ ચલાવવા માનવી લેવામાં આવ્યા છે.

હિટ એન્ડ રન કાયદો શું છે?

વાસ્તવમાં, કેન્દ્ર સરકારે ટ્રક ડ્રાઈવરોને લઈને નવો કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને કચડીને ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલ થશે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતા. જોકે, આ કાયદા હેઠળ બે વર્ષની જેલ સજાની જોગવાઈ પણ હતી.

નવા કાયદા સામે ટ્રક ચાલકોમાં રોષ

સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, આ એકદમ ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. આને લઈને ગ્રેટર નોઈડાના ઈકોટેક 3 વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરોએ પોતાના વાહનો રસ્તા પર ઉભા રાખીને રોડ બ્લોક કરી દીધો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો હટાવ્યા હતા.

    follow whatsapp