અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી માટે આ વખતે ત્રણ પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષ ગુજરાતમાં ચૂંટણીમેદાને ઉતરી ચુક્યા છે. આમ આદમી પાર્ટી આક્રમક રીતે આગળ વધી રહી છે. ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં અટકાયત બાદ અચાનક રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
ADVERTISEMENT
ગોપાલ ઇટાલિયાના નિવેદનો બાદ આપમાં પણ આંતરિક અસંતોષનો માહોલ
જો કે જે પ્રકારનો વાણીવિલાસ ગોપાલ ઇટાલિયાનો સામે આવ્યો છે તેના કારણે આમ આદમીમાં આંતરિક અસંતોષ અને રોષ પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા જે જાદુઇ છબી બનાવવામાં આવી હતી તે અચાનક કકડભુસ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકોનો અચાનક આપમાંથી મોહભંગ થઇ ગયો છે.
ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ ગોપાલની ઝાટકણી કાઢી
તો બીજી તરફ ભાજપ પણ આક્રમક છે અને આ અંગે ઉગ્રપ્રતિક્રિયાઓ આપી રહી છે. આ અંગે ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગોપાલ ઇટાલિયાએ હિન્દુ ધર્મ વિશે, પીએમ મોદી વિશે અને તેમના માતા વિશે જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો છે તે જોતા સરદારના વંશજ કહેવાનો તેને કોઇ હક નથી. આ પાટીદારના સંસ્કારો નથી. પાટીદારનો દીકરો ક્યારે પણ આવું ન બોલે. પાટીદારો પોતે જ આ વાતથી દુખી અને નારાજ છે. જો હવે ફરી ગોપાલ ઇટાલિયા પોતાને સરદારના વંશજ હોવાનું કહેશે તો પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે અને રોડ પર ઉતરશે.
ADVERTISEMENT
