અમદાવાદઃ મોરબીના વેપારી પાસે જીપીસીબીનનું લાયસન્સ અપાવવાના મામલે આ મહા ચિટર દંપતિએ 42 લાખ રૂપિયા લીધા હતા. આ વેપારીને ફેક્ટરી નાખવા માટે આ લાયસન્સ અપાવવાનું કહી કિરણ અને માલિની પટેલ દ્વારા 42.48 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે લાયસન્સ તો મળ્યું નહીં પણ રૂપિયા કઢાવતા મોરબીના વેપારીને આંટા આવવા લાગ્યા હતા. જે તે સમયે 11.75 લાખ પાછા આપ્યા હતા પરંતુ બાકીના રહેતા 31.11 લાખ ઓહિયા કરી ગયા હતા.
ADVERTISEMENT
અમદાવાદ પોલીસ કરશે તપાસ
મોરબીના જોધપુર ગામે રહેતા ભરત પટેલ નામના એક સિરામિક મશીનનરીનની ફેક્ટરી ચલાવતા વેપાીરને વર્ષ 2017માં આ ચિટર દંપતિ ભટકાઈ ગયું હતું. તે વખતે કિરણ પોતે ક્લાસ 1 ઓફિસર હોવાનું અને સરકારમાં સારી ઓળખાણો હોવાનું કહેતો હતો. આ દરમિયાન ભરત પટેલે કેમિકલ કંપની માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)નું લાયસન્સ જરૂરી હોવાનું કહ્યું હતું. લાયસન્સ મળી જશે તેવી વાત આ બ્લફ માસ્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું.
J-K: જવાનોની શહીદી પછી રાજૌરીમાં હલચલ તેજ, ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યા આર્મી કમાંડર
દરમિયાન આ અંગેના કામ માટે કિરણે 40થી 45 લાખ રૂપિયા માગ્યા હતા. તેમાં લાયસન્સની તમામ પ્રોસીજરને લઈને ખર્ચ થવા અંગે કહ્યું હતું. દરમિયાન કિરણ અને તેની પત્ની ભરત પટેલ પાસેથી અમદાવાદમાં 42.86 લાખ રૂપિયા લઈ ગયા હતા. મહિનાઓ વિતાતા રહ્યા, 8 મહિના જેટલું થયું પણ લાયસન્સ ન આવ્યું. આખરે ભરત પટેલે તપાસ કરી તો જીપીસીબીમાં તો આવી કોઈ અરજી પણ આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ભરતભાઈએ રુપિયા પાછા માગ્યા હતા. જેમાં 11.75 લાખ ચુકવ્યા હતા પણ 31.11 લાખ ન આપતા આખરે આ અંગે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે અમદાવાદની પોલીસ તપાસ કરશે.
ADVERTISEMENT
