BIG News: રાજ્ય સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, 3 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ

Gujarat Tak

15 Mar 2024 (अपडेटेड: Mar 15 2024 7:49 PM)

Agriculture News: રાજ્યના તમામ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર (Big News For Gujarat Farmer) સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, તુવેર, ચણા અને રાયડાની 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.આગામી 90 દિવસ એટલે કે 15મી જૂન સુધી આ પ્રક્રિયા શરૂ રહેશે. જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે.

Agriculture News

રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન

follow google news

Agriculture News: રાજ્યના તમામ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર (Big News For Gujarat Farmer) સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, તુવેર, ચણા અને રાયડાની 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.આગામી 90 દિવસ એટલે કે 15મી જૂન સુધી આ પ્રક્રિયા શરૂ રહેશે. જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે. 

આ પણ વાંચો

રાજ્ય સરકારે તુવેર, ચણા અને રાયડાને ટેકાના ભાવે ખરીદવાની કરી જાહેરાત

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18 મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ થશે. વધુમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 1734 કરોડની કિંમતની 2,45,710 મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. 1765 કરોડની કિંમતના 3,24,530 મે. ટન ચણા અને રૂ. 853 કરોડની કિંમતના 1,50,905 મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન

આ સિવાય તેમણે કહ્યું કે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. 7000 પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. 5440 પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
 

    follow whatsapp