ભુપેન્દ્ર પટેલે CM બનતાની સાથે જ સૌથી પહેલો કડક નિર્ણય લીધો, કરોડો ગુજરાતીઓને થશે ગર્વ

Krutarth

12 Dec 2022 (अपडेटेड: Dec 12 2022 1:03 PM)

અમદાવાદ : ગુજરાત સરકાર ભવ્યાતિભવ્ય રીતે જીત પ્રાપ્ત કરી રહી છે. ગુજરાતમાં 156 સીટો સાથે ભાજપે સરકાર રચી લીધી છે. ટુંક જ સમયમાં કેબિનેટની બેઠક…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાત સરકાર ભવ્યાતિભવ્ય રીતે જીત પ્રાપ્ત કરી રહી છે. ગુજરાતમાં 156 સીટો સાથે ભાજપે સરકાર રચી લીધી છે. ટુંક જ સમયમાં કેબિનેટની બેઠક મળવાની છે. તેવામાં ગુજરાત સરકાર રચાતાની સાથે જ મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. બેદરકારી દાખવવા બદલ મોરબી નગર પાલિકાને વિસર્જીત કરવાને મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી કેબિનેટ બેઠક બાદ આ અંગે નિર્ણય લેવાઇ શકે છે.

આ પણ વાંચો

સરકારની રચના બાદ સૌથી પહેલો મોરબી અંગેનો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા સરકાર રચાયા બાદ પહેલો નિર્ણય મોરબી અંગેનો લેવામાં આવ્યો હતો. પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગુજરાત સરકારે સૌથી પહેલો નિર્ણય પાલિકાને વિસર્જીત કરવાનો લીધો છે. હવે ત્યાં ફરી ચૂંટણી યોજીને નવા બોડીની રચના કરવામાં આવશે. આ અંગેની ખાત્રી એડ્વોકેટ જનરલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આપવામાં આવી હતી.

મોરબીકાંડના એક પણ આરોપીને નહી છોડવા માટેની નેમ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન પણ સરકાર દ્વારા મોરબી કાંડના કોઇ પણ આરોપીને નહી છોડવા માટેની બાંહેધરી અપાઇ ચુકી છે. આ ઉપરાંત હાઇકોર્ટમાં પણ સરકારે દાખલ કરેલા પોતાના જવામાં ઘાયલોને 1 લાખ અને મૃતકોને 10 લાખ રૂપિયા સહાય ચુકવવામાટેનો જવાબ રજુ કર્યો હતો. જેથી તમામ વળતર લગભગ ડબલ કરી અપાયા છે. હવે સરકારે કાર્યવાહી પણ ઝડપી અને કડક કરી છે.

    follow whatsapp