ધાનેશ પરમાર.બનાસકાંઠાઃ વિધાનસભાની ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસ થરાદના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે થરાદમાં રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક તબક્કે હાર મેળવી ચુકેલા શંકર ચૌધરીના રોડ શોમાં આટલી જંજાવાતી ભીડ જોઈને લગભગ દરેકને આશ્ચર્ય થયું હતું. આ તરફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહના રોડ શોમાં પણ તેવો જ માહોલ હતો. અહીં મોટી મેદની સાથે તેઓ રસ્તા પર ઉતર્યા હતા. ચૂંટણી જંગમાં તેમની જીત થશે કે હાર તે પછીનો વિષય છે પરંતુ હાલ આ ભીડના પગમાંથી ઉડતી ધૂળ બંને પક્ષોના ઉમેદવારો માટે ચિંતાનું વાદળ ઊભું કરી દીધું છે.
ADVERTISEMENT
રોડ શોમાં બીજા ભાજપ નેતાઓ પણ જોડાયા
થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ આજે પ્રચારના અંતિમ દિવસે થરાદ શહેરમાં રોડ શો યોજ્યો હતો. જે રોડ શોની શરૂઆત ગાયત્રી વિધાલય ખાતેથી કરાઈ હતી. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ હાથમાં ભાજપના ઝંડા લઈને જોડાયા હતા. રોડ શોમાં શંકર ચૌધરી અને પરબત પટેલ સહિત અનેક ભાજપના નેતાઓ જોડાયા હતા. રોડ શોમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર થરાદ શહેર ભાજપના જંજાવાતી પ્રચારનનું સાક્ષી બની ગયું હતું. ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ મોટી સંખ્યામાં આવેલા લોકોને જોઈને કહ્યું હતું કે, લોકોનો મારા પ્રતેયનો પ્રેમ છે, જેથી આટલી મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા છે.મોદી સાહેબના વિકાસના કામોને લઈને ગુજરાતમાં લોકો કમળ ખિલાવશે અને ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.
ગુલાબસિંહના રોડ શો વખતે ચક્કાજામ જેવી સ્થિતિ
જ્યાં થરાદમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની સામે ગુલાબસિંહે પણ જાણે વળતો જવાબ આપ્યો હોય તેમ તેમના રોડ શોમાં પણ જંગી મેદની ઉમટી પડી હતી. ગુલાબસિંહના રોડ શોમાં પણ હજારોની સંખ્યામાં કાર્યકરો, સમર્થકો, જનતા સહિત મોટી સંખ્યામાં ટોળા જોવા મળ્યા હતા. એક તબક્કે તો અહીં ચક્કાજામ જેવી સ્થિતિ હતી. જેથી હાલ કયા ઉમેદવારનું પલડું ભારે છે તે કહી શકાય તેમ નથી, હા બંને વચ્ચે આ વખતે કાંટાની ટક્કર થશે તેવું આ બંને વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે.
ADVERTISEMENT
