અમદાવાદ : ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આ મેચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં તમામ ધારાસભ્યો ક્રિકેટ ની શરૂઆત થઇ હતી. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ ટૂર્નામેન્ટની શરૂઆત મુખ્યમંત્રી અને અધ્યક્ષે થોડા બોલ રમીને કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોલિંગ અને બેટિંગ કરી મેચની શરૂઆત કરાવી હતી.
ADVERTISEMENT
ગાંધીનગર સેક્ટર 21 ખાતે આયોજન
કોબા ખાતે બનાવવામાં આવેલા નવા ક્રિકેટ સ્ટેડિમય ખાતે ‘સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 20,27 અને 28 તારીખે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત આજે પહેલી મેચ બનાસ અને વિશ્વામિત્રી વચ્ચે હતી. આજે ટોસ ઉછાળીને વિશ્વામિત્રીએ પ્રથમ બેટિંગ લેતા 83 રન બનાવ્યા હતા. આ સરળ ટાર્ગેટને બનાસની ટીમે સરળતાથી કોઇ વિકેટ ગુમાવ્યા વગર જ પ્રાપ્ત કરી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર આજે ગાંધીનગરના ક્રિકેટ મેદાનમાં ધારાસભ્યો ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળ્યા હતા.
ધારાસભ્યો અને પત્રકારો વચ્ચે મેચનું આયોજન
ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાયા છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમો બનાવવામાં આવી છે. ધારાસભ્યોની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમના નામ ગુજરાતની મુખ્યનદીઓના નામ પરથી લેવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટની શરૂઆત આજથી શરૂ કરાઈ છે ફાઇનલ મેચ 28 માર્ચે રાત્રે 10.00 વાગ્યે આયોજીત થશે.
ADVERTISEMENT
